બોટાદ: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશાળકાય હનુમાનજી દાદાની મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લોક ડાયરા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન સાથે સાથે ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
ભોજનાલયનું પણ લોકાર્પણ: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ગામ ખાતેના વિશ્વપ્રસિદ્ધ અને સુવિખ્યાત એવા સાળંગપુર ધામમાં આગામી તારીખ 6 એપ્રિલે હનુમાન જયંતી નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પંચધાતુની 54 ફૂટની હનુમાનજી દાદાની વિરાટ કાય મૂર્તિનું કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે કરાશે. લોકાર્પણ તેમજ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ગુજરાતનું સૌથી મોટું 55 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભવ્ય ભોજનાલયનું પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે.
તૈયારીઓને આખરી ઓપ:સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ 6 એપ્રિલના રોજ હનુમાન જયંતિ દિન નિમિત્તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ખાસ હાજરી વચ્ચે 54 ફૂટની પંચધાતુની વિરાટકાઈ હનુમાનજીની મૂર્તિનું લોકાર્પણ તેમજ ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય તેનો પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. જેને લઇ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા તમામ કામોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાય હનુમાનજી દાદાની વિરાટ થાય 54 ફૂટની મૂર્તિ પાસે પૂજા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવશે.
કિંગ ઓફ સાળંગપુર:એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ જે હવે આગામી દિવસોમાં 'કિંગ ઓફ સાળંગપુર' ના નામથી પણ ઓળખાશે. હવે તમે સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન સાળંગપુરથી 7 કિમી દુર હશો તો પણ તેના દર્શન કરી શકશો. સાળંગપુરના દાદાની મૂર્તી સ્થાપિત થયા બાદ સાળંગપુરની આખી કાયા પલટાઈ જશે. સાળંગપુર મંદિરમાં 54 ફુટની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જેથી 7 કિમી દુરથી પણ દાદાના દર્શન થઈ શકશે.