બોટાદઃ કષ્ટભંજન હનુમાન મંદિર ખુલ્યા બાદ દર્શનાર્થીઓ માટે સરકારની ગાઈડ લાઈન મુજબ 20 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે તેમજ માસ્ક વગરના કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહિ તેમજ મંદિરમાં દર્શન કરી શકશે નહીં. તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, વડતાલ સ્વામિનારાયણ મંદિરના તાંબાના સાળંગપુર હનુમાન મંદિર કોરોના વાઇરસની મહામારીને લઈને કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજ્ય સરકારે કરાવેલ લોકડાઉન અંશતઃ ખુલ્યું છે. તેમાં મંદિરો પણ નિયમોને આધીન ખોલવાની ગાઈડલાઈન સરકારની સુચના મુજબ તારીખ 8/6/ 2020ના રોજ છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન માટે હજુ રાહ જોવી પડશે - Kashtabhanjan Hanuman Temple
સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના ભક્તો તથા હરિભક્તોએ હનુમાન દાદાના દર્શન માટે રાહ જોવી પડશે. વડતાલ મંદિર દ્વારા તારીખ 17 જૂનથી મંદિર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોનાના કેસો અચાનક બહોળી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. ત્યારે વધુ કોરોના વાઇરસ ફેલાય નહિ અને લોકો સંક્રમિત થાય નહીં તે ધ્યાનમાં રાખીને વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાના તમામ મંદિરો તેમજ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર વગેરે તમામ મંદિરો તારીખ 17/ 6/ 2020 જેઠ વદ એકાદશીના રોજ ખોલવાનો વડતાલ સંસ્થા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાં સુધી બીજો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી દર્શન જેમ આટલા દિવસો કર્યા અને સંયમ રાખ્યો છે, તેઓ સંયમ સૌ સત્સંગી હરિભક્તોને રાખવા વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિનંતી કરવામાં આવી છે.
કષ્ટભંજન હનુમાન મંદિર ખુલ્યા બાદ પણ દર્શનાર્થીઓ માટે સરકારની ગાઈડ લાઈન મુજબ 20 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. તેમજ માસ્ક વગરના કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહિ. તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ છતાં જો બનશે તો ઓનલાઇન પદ્ધતિ અથવા સરકારની ગાઈડલાઈન મુજબ અને સરકારના આદેશો અને નિયમો અનુસાર દર્શનનો લાભ મળશે. તેમ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને જણાવવામાં આવ્યું છે.