- પ્રસિધ્ધ સાળંગપુર મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલશે
- રાજ્ય સરકારની નવી ગાઈડલાઇન મળતા સાળંગપુર મંદિર દર્શન માટે 11 જૂનના રોજ ખુલશે.
- સોશિયલ ડિસ્ટન્સ સહિત ગાઈડ લાઇનનું થશે પાલન
બોટાદ: કોરોનાની બીજી લહેરના પગલે સાળંગપુર હનુમાનજી મંદિર દર્શનાથીઓ માટે બંધ રાખવા આવ્યું હતુ. જે હવે રાજ્ય સરકારની નવી ગાઈડલાઇન મળતા હરિ ભક્તો અને ભાવિકો માટે ખુલશે. જોકે, મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. જેને લઈને મંદિરમાં સંપૂર્ણ રાજ્ય સરકારની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, અને તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.
આ પણ વાંચો:બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઈ