ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં 17 ઉમેદવારોની શિક્ષક સહાયક તરીકે ભરતી - બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરસ હોલ

બોટાદ જિલ્લામાં શિક્ષકોની અછત સર્જાતા 17 ઉમેદવારોની શિક્ષક સહાયક તરીકે ભરતી કરવામાં આવી છે. બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરસ હોલમાં 17 ઉમેદવારોને શિક્ષણ સહાયક તરીકેનો નિમણૂક હુકમ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર, ડીડીઓ અને જિલ્લા શિક્ષણાધિકારી આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.

બોટાદમાં 17 ઉમેદવારોની શિક્ષક સહાયક તરીકે ભરતી
બોટાદમાં 17 ઉમેદવારોની શિક્ષક સહાયક તરીકે ભરતી

By

Published : Jun 2, 2021, 11:07 AM IST

  • બોટાદમાં 17 ઉમેદવારોની શિક્ષક સહાયક તરીકે ભરતી કરાઈ
  • જિલ્લા કલેક્ટરે વીડિયો કોન્ફરન્સ યોજી આપ્યો નિમણૂક હુકમ
  • કલેક્ટર સહિત, ડીડીઓ અને જિલ્લા શિક્ષણાધિકારી કોન્ફરન્સમાં રહ્યા ઉપસ્થિત

બોટાદઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની અછત સર્જાઈ રહી છે. ત્યારે અનેક વાર શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવતી હતી. ત્યારે હવે જિલ્લામાં શિક્ષક સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બોટાદમાં 17 ઉમેદવારોની શિક્ષક સહાયક તરીકે ભરતી કરાઈ

આ પણ વાંચોઃરાજ્ય સરકારની Faceless અને Paperless ભરતી: 2938 શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો અપાયા

વીડિય કોન્ફરન્સ દરમિયાન નિમણૂક હુકમ અપાયો

જિલ્લા કલેક્ટરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 17 ઉમેદવારોની શિક્ષક સહાયક તરીકે ભરતી કરવાનો નિમણૂક હુકમ આપ્યો હતો. આ વીડિયો કોન્ફરન્સમાં કલેક્ટર સહિત ડીડીઓ અને જિલ્લા શિક્ષણાધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટરે વીડિયો કોન્ફરન્સ યોજી આપ્યો નિમણૂક હુકમ

આ પણ વાંચોઃમહેસાણામાં 210 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે, સૌથી વધુ 40 જગ્યા વિજ્ઞાન પ્રવાહમાં ભરાશે

14 જાન્યુઆરીની જાહેરાતને આધારે નિમણૂક કરાઈ

રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રીયા 14 જાન્યુઆરીની જાહેરાતને લઈ કેન્દ્રિયકૃત ધોરણે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બોટાદ જિલ્લામાં 17 ઉમેદવારોને શિક્ષણ સહાયક ભરતી કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે વીડિયો કોન્ફરન્સ યોજી આપ્યો નિમણૂક હુકમ

વીડિયો કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન પણ જોડાયા હતા

તો આ તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ગાંધીનગર ખાતેથી આ વીડિયો કોન્ફરસમાં જોડાયા હતા અને તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તેમના દ્વારા ગાંધીનગરમાં શિક્ષણ સહાયકોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે બોટાદ કલેક્ટર કચેરીમાં બોટાદ જિલ્લા ખાતે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વિવિધ વિષયોની ખાલી જગ્યાઓ પર બોટાદ જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ તેમ જ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, વિડીયો કોન્ફરન્સ હોલમાં 17 ઉમેદવારોને શિક્ષણ સહાયક તરીકે નિમણુંક હુકમ એનાયત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details