- રાણપુર પોલિસ સ્ટેશન ગૌરવ વધારતા PSI એન.સી.સગર
- વૈશ્વિક મહામારી કોરોનામાં કર્યું સેવાકીય કાર્ય
- ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડમાં મળ્યું સ્થાન
બોટાદઃ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PSI એન.સી.સગરને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા સેવાકીય કાર્યને લઈ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં રાણપુરના PSIએ મેળવ્યુ સ્થાન વૈશ્વિક મહામારી કોરોનામાં કર્યું સેવાકીય કાર્ય
કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવાની ફરજ પડી હતી. ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન અનેક ગરીબ પરિવારો કે જેઓ રોજનું કમાઈને ગુજરાન ચલાવનારા લોકોની પરિસ્થિતિ ખુબજ કફોડી બની હતી. ત્યારે બોટાદ જિલ્લા પોલીસ આવા લોકોની વ્હારે આવી હતી.
ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં રાણપુરના PSIએ મેળવ્યુ સ્થાન ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડ માં મળ્યું સ્થાન
કોરોના કાળમાં લોકોને પડી રહેલી હલાકીમાં માનવતા દાખવી સેવાકીય કાર્યથી ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. આથી રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એન.સી.સગરને ગોલ્ડન બુક ઓફ વલ્ડૅ રેકોર્ડ દ્વારા સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેવાકીય કાર્ય બદલ તમામ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં રાણપુરના PSIએ મેળવ્યુ સ્થાન