ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં ધોધમાર વરસાદ, અંડરબ્રિજમાં ગોઠણસમાં પાણી ભરાતાં પરેશાની - Rain

આજ વહેલી સવારથી બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વર્ષી રહ્યો છે.જેમાં બોટાદ,ગઢડા ,બરવાળા , રાણપુર અને આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદ આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે કારણ કે આ વરસાદથી પાકને જીવનદાન મળ્યું છે.

બોટાદમાં ધોધમાર વરસાદ, અંડરબ્રિજમાં ગોઠણસમાં પાણી ભરાતાં પરેશાની
બોટાદમાં ધોધમાર વરસાદ, અંડરબ્રિજમાં ગોઠણસમાં પાણી ભરાતાં પરેશાની

By

Published : Sep 9, 2021, 4:11 PM IST

  • બોટાદમાં લાંબા સમય બાદ ધોધમાર વરસાદ વરસ્યો
  • બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે
  • નદીઓમાં નવા નીર આવ્યાં છે



    બોટાદઃ ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી. તે આગાહીને સાચી પાડતાં મેઘરાજાએ મહેર કરી છે. બોટાદ જિલ્લામાં આજ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો.બોટાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદે જોરદાર બેટિંગ કરી હતી. બોટાદ ધોધમાર વરસાદ આવતા બોટાદના અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતાં અને બોટાદની મહિલા કોલેજ પાસે વાહનચાલકોને પાણીમાં પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી. વરસાદ આવતાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ બહાર આવી.

જિલ્લાની નદીઓમાં નીર, પાકને જીવનદાન
જોકે બોટાદ જિલ્લાના ગઢડા અને રણપુરમાં ધોધમાર વરસાદ આવતા નદીઓમાં નવા નીર આવ્યાં હતાં. આજુબાજુના ગામડાઓમાં પણ ખૂબ ધોધમાર વરસાદ આવતા ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. ગઢડાના ઇટરીયા, રામપરા, વાવડી,રોજમાલ, કરેલા, માળવધાર, વગેરે વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો.

રાણપુરના આ ગામોમાં પણ મેઘમહેર
રાણપુર તાલુકાના નાગનેશ,અણિયાળી,કુંડલી, બુબડી અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો.વરસાદ આવતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી.

ABOUT THE AUTHOR

...view details