ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી, વરસાદે સ્વચ્છતા અભિયાન અને રોડની કામગીરીની તંત્રની પોલ ખોલી - બોટાદમાં વરસાદ

રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની શરુઆત થઇ છે. બોટાદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ આ સાથે જ રોડ રસ્તાની કામગીરીને લઈને બોટાદ તંત્રની બેદરકારી પણ સામે આવી હતી.

Etv Bharat, GujaratI News, Botad News
Botad News

By

Published : Jun 8, 2020, 12:51 PM IST

બોટાદઃ રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની શરુઆત થઇ છે. બોટાદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ આ સાથે જ રોડ રસ્તાની કામગીરીને લઈને બોટાદ તંત્રની બેદરકારી પણ સામે આવી હતી.

બોટાદમાં સ્વચ્છતા અભિયાન અને રોડની કામગીરીથી તંત્રની ખુલ્લી પોલ

જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું આગમન થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી. પરંતુ સ્વચ્છતા અભિયાનના લીરા ઉડયા હતા અને ઠેર- ઠેર કચરાના ઢગ તથા રોડની નબળી કામગીરી સામે આવી હતી.

બોટાદ જિલ્લામાં વરસાદનું આગમન થતાં જિલ્લાના તમામ તાલુકાઓ બરવાળા, ગઢડા, રાણપુર, બોટાદ એમ આખા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. આ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જિલ્લામાં પ્રથમ વરસાદ થતા તંત્રની પોલ ખુલી છે. જેમાં રાણપુર તાલુકાના તમામ ગામડાઓમાં સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડ્યા છે. ઠેર -ઠેર કચરાના ઢગ અને ગંદકીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ જાહેર રોડ પર રોડ તુટી જવાના કારણે પાણીના ખાડાઓ ભરાયેલા છે.

આ ઉપરાંત ઠેરઠેર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખાડાઓ ભરાયેલા છે અને લોકોને રોડ પરથી વાહન લઇને પસાર થવું હોય તો ફરજિયાત પાણીમાંથી અને ખાડામાંથી પસાર થવું પડે છે.

રાણપુરમાં હાલમાં સીસી રોડની કામગીરી શરૂ હોવાથી એક તરફનું કામ પૂર્ણ કરી બીજી તરફનું કામ શરૂ કર્યું છે, ત્યારે જે કામ પૂર્ણ કર્યું છે તે રોડ પણ પ્રથમ વરસાદે ધોવાઈ ગયું છે. આમ રસ્તાના કામમાં પણ નબળી કામગીરી કરવામાં આવી છે તેમ જણાય રહ્યું છે.

આમ બોટાદ જિલ્લામાં વરસાદનું આગમન થતા તંત્રની કામગીરીની પોલ ખૂલી છે. સરકાર રોડના કામમાં તેમજ સ્વચ્છતા અભિયાનના કામમાં લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલી છે, ત્યારે આ ગ્રાન્ટ ક્યાં વપરાય છે અને આવી નબળી કામગીરી કરવા સામે તંત્ર તરફથી કોઇ પગલાં ભરવામાં આવશે કે કેમ તેમજ આ વિકાસના કામો માટે જે-તે વિભાગના અધિકારીઓની જવાબદારી કેટલી? અને તંત્ર તરફથી આવી નબળી કામગીરી અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નો ઉઠ્યા છે.

ABOUT THE AUTHOR

...view details