- ટેકાના ભાવે ત્રણ સેન્ટરો પર ચણાની ખરીદી શરૂ
- 50 મણથી વધારે ચણાની ખરીદી કરવામાં આવે ખેડૂતોની માગ
- 10064 ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
બોટાદઃ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે અલગ-અલગ પાકોની ખરીદી કરવામાં આવે છે. જેમાં ચણાની ખરીદી પણ ટેકાના ભાવે કરવામાં આવે છે. બોટાદ જિલ્લામાં બોટાદ, ગઢડા, અને બાબરકોટ યાર્ડમાં ખરીદી શરૂ કરાઇ છે. જિલ્લામાં કુલ 1,0064 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં SMS મારફતે ખેડૂતોને બોલવામાં આવે છે. જ્યાં ખેડૂતો પાસેથી 50 મણ ચણાની ખરીદી કરવામાં આવે છે અને 1020નો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે, ત્યારે આ વર્ષે ખેડૂતોની માગ છે કે, સરકાર દ્વારા 50 મણની જગ્યાએ વધારે ખરીદી કરવામાં આવે અને ચણાના જે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે. તે વાહનોમાંથી જ લેવામાં આવે હાલ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ખરીદી શરૂ થઈ છે.