ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: ગઢડા કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પૂંજા વંશે પ્રચાર કર્યો - Gujarat Legislative Assembly

ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ગઢડા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકીના સમર્થનમાં સભાઓ યોજવામાં આવી હતી. જેમાં ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ પ્રચાર કાર્યમાં જોડાયા હતા.

ગઢડા
ગઢડા

By

Published : Oct 24, 2020, 1:05 PM IST

  • ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી
  • કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં પૂંજા વંશે કર્યો પ્રચાર
  • જ્ઞાતિના સમીકરણોને આધારે ચાલી રહ્યો છે બેઠકનો દોર

ગઢડા: ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ગઢડા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકીના સમર્થનમાં સભાઓ યોજવામાં આવી હતી. જેમાં ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ પ્રચાર કાર્યમાં જોડાયા હતા.

ગઢડા કોંગ્રેસના ઉમેદવારના સમર્થમાં પૂંજા વંશે પ્રચાર કર્યો

ભાજપ-કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે મતદારોને રિઝવવા પ્રયાસ

કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકીના સમર્થનમાં કોળી સમાજની બેઠક યોજાઈ હતી. સાથે જ ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ પણ મોહનભાઈ સોલંકી માટે પ્રચાર કાર્યમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં વોર્ડ પ્રમાણે અને જ્ઞાતિના સમીકરણોને આધારે બેઠક અને પ્રચારનો દોર ચાલી રહ્યો છે. બન્ને પક્ષના ઉમદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. જોકે ગઢડા બેઠક માટે કોળી સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવશે તેમ હોવાથી હાલ તો ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ જ્ઞાતિના સમીકરણોને આધારે મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details