ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદના મુસ્લિમ સમાજ દ્વારા CAA અને NRCના કાયદાનો વિરોધ - ન્યુઝ ઓફ બોટાદ

બોટાદ: હાલ દેશમાં CAA અને NRCનો વિરોધ હજુ પણ યથાવત છે. ત્યારે શહેરના મુસ્લિમ સમાજ દ્વારા CAA અને NRCના કાયદા વિરોધમાં ધરણાં યોજવામાં આવ્યા હતા.

મુસ્લિમ સમાજ દ્વારા CAA  અને NRCના કાયદાનો વિરોધ
મુસ્લિમ સમાજ દ્વારા CAA અને NRCના કાયદાનો વિરોધ

By

Published : Jan 17, 2020, 11:29 PM IST

કેન્દ્ર સરકારે નાગરિક સંશોધન એક્ટને પસાર કર્યો તેના ઘણા દિવસો પસાર થઈ ગયા છે. પરંતુ આ કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. જેનો હજુ પણ અંત આવ્યો નથી. બોટાદમાં પણ જમીયત-એ-ઉલમા-એ-હિન્દ દ્વારા CAA-NRCના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજના લોકો હજારોની સંખ્યામાં બેનરો સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. આ કાયદાને રદ કરવાની માગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું.

મુસ્લિમ સમાજ દ્વારા CAA અને NRCના કાયદાનો વિરોધ

એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા નાગરિક સંશોધન એક્ટ મામલે જનજાગૃતિ અભિયાન સંમેલન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બોટાદમાં જમીયત-એ-ઉલમા-એ-હિન્દ મુસ્લિમ સંગઠન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરમાં જ્યોતિ ગ્રામ સર્કલ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ પ્રકારના સ્લોગન તેમજ કાળી પટી મો પર બાંધી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details