- કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે યોજી પત્રકાર પરિષદ
- જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદાર રહ્યા હાજર
- કૃષિ કાયદાને લઈને ભાજપ ઉપર કર્યા પ્રહાર
બોટાદ : કુષિ કાયદાને લઈ દિલ્હીમાં હાલ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે તેને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે બોટાદ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કુષિ વિષયક પસાર કરવામાં આવેલ કાયદા મામલે આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું.
કૃષિ કાયદાને લઇને કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે યોજી પત્રકાર પરિષદ ભમ્ર ફેલાવનારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી : મનહર પટેલ
જેમાં મનહર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભમ્ર ફેલાવનારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. અષ્ટપષ્ટ કાયદો આપી ખેડૂતો અને વેપારીઓને ,ખેડૂત સગઠનોને અને વિપક્ષને અંધારામાં રાખીને ચોરી બારીએ લોકસભામાં કાયદો લાવાની મનસા હતી. તેમ જણાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા. જ્યારે આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય કોંગ્રેસના હોદેદારો હાજર રહ્યા હતા.