બોટાદઃ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાઇરસ અંગેની બોટાદ જિલ્લાની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં બોટાદ જિલ્લા તંત્ર દ્વારા લોકોને કોઈ અસુવિધા ઉભી ન થાય અને લોકોને આવશ્યક ચીજવસ્તુ મળી રહે તે માટેની જાણકારી આપી જેમાં ખાસ કરીને શરૂ કરવામાં આવેલા લોકોને ચીજવસ્તુ માટે ઘેર બેઠા ચીજ વસ્તુઓ મળી રહેશે, તેમજ દૂધ અને શાકભાજી પણ ઘેર બેઠા મળી રહે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, લોકોને ઘરે મળી રહેશે ચીજવસ્તુઓ
બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તંત્ર દ્વારા આપવામાં આવેલી સુવિધા અંગે માહિતી આપવામાં આવી હતી.
બોટાદમાં આવેલા શાકભાજીની શાક માર્કેટ જે એક જ જગ્યાએ હતી, તે બોટાદમાં આવેલા અલગ અલગ વિસ્તારમાં ચાર જગ્યાએ શાકમાર્કેટ સ્થળાંતર કરવામાં આવી છે. જે શાકમાર્કેટ સપ્તાહમાં બે દિવસ જ ખુલ્લી રાખવામાં આવશે, જે રવિવારે તેમજ બુધવારે એમ બે દિવસ જ શાકમાર્કેટ ખુલ્લી રખાશે. ત્યારબાદના દિવસોમાં શાકભાજી વિતરણ માટે અલગ-અલગ ફેરિયાઓ દ્વારા દરેક વિસ્તારોમાં ફરી શાકભાજીનો વિતરણ કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના લોકોને જણાવવામાં આવ્યું કે, હાલ કોરોના વાઇરસની મહામારી માટે દરેક વ્યક્તિએ સાથ સહકાર આપવાની જરૂર છે. તેમજ લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને બોટાદ જિલ્લા તંત્ર દ્વારા જેટલી શક્ય હોય તેટલી તમામ વ્યવસ્થા લોકોના ઘર સુધી પહોંચે.