ગઢડાઃ ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે એટલે હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે ગઢડામાં ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી રાજદિપસિંહ નકુમ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગઢડામાં પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસે ફ્લેગ માર્ચ યોજી - ગઢડા પોલીસ ફ્લેગ માર્ચ
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે એટલે હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે ગઢડામાં ફ્લેગ માર્ચ યોજી હતી. જિલ્લા પોલીસ વડાના નેતૃત્વ હેઠળ આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગઢડામાં પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસે ફ્લેગ માર્ચ યોજી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની 8 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાંથી એક બેઠક ગઢડા પણ છે. અહીં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ હરકતમાં આવી ચૂકી છે.