ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ જિલ્લામાં લોકોએ પાળ્યું સ્વૈચ્છીક લોકડાઉન - Trading closed

બોટાદ શહેર અને જીલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝીટીવ કેસોને લઈ હવે જીલ્લામાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. કોરોનાની આ ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન શિવાય અન્ય કોઈ વિકલ્પના હોઈ જેને લઈ રવિવારથી બોટાદ અને ગઢડામાં બે દિવસ માટે જ્યારે બરવાળામાં ત્રણ દિવસ માટે ગામ સપૂર્ણ બધ રહ્યા. માત્રને માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી છે

lockdown
બોટાદ જિલ્લામાં લોકોએ પાળ્યું સ્વૈચ્છીક લોકડાઉન

By

Published : Apr 18, 2021, 2:13 PM IST

  • કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈચ્છીક લોકડાઉન એક માત્ર ઉપાય
  • બોટાદમાં 2 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
  • તમામ વેપાર ધંધા બંધ રહ્યા

બોટાદ: શહેર અને જીલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોને લઈ હવે જીલ્લામાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. કોરોનાની આ ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉન શિવાય અન્ય કોઈ વિકલ્પના હોઈ જેને લઈ રવિવારથી બોટાદ અને ગઢડામાં બે દિવસ માટે જ્યારે બરવાળામાં ત્રણ દિવસ માટે ગામ સપૂર્ણ બધ રહ્યા. માત્રને માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી છે.

મહામારીથી બચવા સ્વૈચ્છિક લોકડાઉન માત્ર ઉપાય

કોરોના વેશ્વિક મહામારીના કારણે હોસ્પીટલમાં એક તરફ જગ્યાઓ નથી મળી રહી તો બીજી તરફ દિવસેને દિવસે લોકોના કોરોનાના કારણે મૃત્યું થઈ રહ્યા છે .બોટાદ શહેર અને જીલ્લાની જો વાત કરવામાં આવે તો બોટાદ જીલ્લામાં પણ સતત કોરોના પોઝિટિ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા છ દિવસમાં જીલ્લામાં 161 જેટલા પોઝિટિવ કેસો નોધાઇ ચુક્યા છે. આ વેશ્વિક મહામારીથી બચવા માટે હાલ તો સ્વૈચ્છિક લોકડાઉન એક માત્ર વિકલ્પ દેખાઈ રહ્યો છે.

બોટાદ જિલ્લામાં લોકોએ પાળ્યું સ્વૈચ્છીક લોકડાઉન

આ પણ વાંચો : વલસાડ કપરાડા ગ્રામ પંચાયત દ્વારા 7 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી

બોટાદ અને ગઢડામાં નગરપાલિકા દ્વારા શનિવાર અને રવિવાર માટે વેપારી એસોસિએશન સાથે બેઠક કરી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે ,જયારે બરવાળા શહેરમાં શનિવાર ,રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.આ ત્રણ તાલુકામાં વહેલી સવાર થી જ તમામ વેપાર ધધાં બધ જોવા મળ્યા હતા. સપૂર્ણ રીતે લોકોએ પોતાની દુકાનો બધ રાખી છે અને માત્ર ને માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી હતી. કોરોનાની ચેન તોડવા માટે હાલ તો સ્વૈચ્છિક લોકડાઉન શિવાય અન્ય કોઈ વિકલ્પ જોવા નથી મળી રહ્યો.

ABOUT THE AUTHOR

...view details