- પાર્ષદ રમેશની અટકાયત કરવામાં આવી
- જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી
- પાર્ષદ રમેશ જશે કોર્ટમાં
ગઢડા: ગઢડા ગોપીનાથજી મંદિરમાં રવિવારે ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની બેઠક બોલવવામાં આવી હતી અને તેમાં રમેશ ભગત આવ્યા હતા. ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ રમેશ ભગત વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.જૂની ફરિયાદને આધારે ગઢડા પોલીસે મંદિરના ટ્રસ્ટી રમેશ ભગતની ધરપકડ કરી હતી.
જૂના કેસમાં ધરપકડ
ગઢડા ગોપીનાથજી મંદિરમાં વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે એક વાર ફરી મંદિર વિવાદમાં આવ્યું હતું. રવિવારે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની એક બેઠક મળી હતી, જેમાં આચાર્ય પક્ષના ટ્રસ્ટી અને પાર્ષદ રમેશ ભગત હાજર રહ્યા હતા, જેના કારણે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ રમેશ ભગત વિરુદ્ધ ફરીયાદ. નોંધાવી હતી. પોલીસે રમેશ ભગત વિરુદ્ધ જુના મારામારી અને ધાક ધમકીના કેસમાં અટકાયત કરી હતી.