બોટાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા HDFC બેન્ક તથા ભાવનગર સર.ટી હોસ્પિટલના ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ તરફથી 120 બોટલ જેવું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં બોટાદના તમામ સમાજના નાગરિકો તથા યુવાવર્ગે હોંશભેર ભાગ લઇ રક્તદાન કરેલ હતું.
બોટાદમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન - botad news
બોટાદ: HDFC બેન્ક તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી શાખા તથા ભાવનગર સર.ટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં તમામ સમાજના નાગરિકો તથા યુવાવર્ગે હોંશભેર ભાગ લઇ રક્તદાન કરેલ હતું.
![બોટાદમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5293933-thumbnail-3x2-botad.jpg)
બોટાદ
બોટાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં મહારક્તદાન કેમ્પનું આયોજન
આ રક્તદાન કેમ્પમાં બોટાદના વતની મુકેશભાઈ જોટાણીયાએ 118મી વખત રક્તદાન કરેલ હતું. તેમજ ગોરધન મકવાણાએ 30મી વખત રક્તદાન કરેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેંકની રજત જયંતિ હોવાથી આખા ભારતમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.