બોટાદ : જિલ્લાના ગઢડા 106 વિધાનસભાની પેટા ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે. જેને લઈ ગઢડા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા પટેલ સમાજની વાડી ખાતે મધ્યથ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુંવરજીભાઇ બાવળિયા, વિભાવરી બેન દવે તેમજ પ્રવકતા મહેશ કશવાલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિત ભાવનગર અને બોટાદના ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યાં આ ગઢડા પેટા ચૂંટણીના ભાજપના મધ્યસ્થ કાર્યાલયમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોનાના નિયમોના ધજાગરા જોવા મળ્યા હતા.
ગઢડામાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - Botad news
ગઢડા વિધાનસભાની 106 પેટા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદઘાટન સમયે સોશિયલ ડિસ્ટન્સના કોઈ નિયમોનું પાલન થયું ન હતું.
ગઢડા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિગમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
હાઇકોર્ટની ફટકાર બાદ પણ નેતાઓ સુધર્યા ન હોય તેવું અહીં લાગ્યું હતું. બીજી તરફ આ બાબતે ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે, અમે સોશિયલ ડિસ્ટન્સનું સંપુર્ણ પાલન કર્યું હતું. તેમજ આગામી દિવસોમાં પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીશું.