- મહાશિવરાત્રી નિમિતે દાદાને વિશેષ શણગાર કરાયો
- હનુમાન દાદાને ભગવાન શિવના વસ્ત્રોમાં શણગારવામાં આવ્યા
- હરિભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી
આ પણ વાંચોઃઆજે મહાશિવરાત્રી, જાણો પાવન પર્વનું માહાત્મય અને પૂજા-વિધીની પધ્ધતિ
બોટાદઃ જિલાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર જ્યાં દેશ વિદેશથી હરીભક્તો દર્શન કરવા માટે આવે છે. તેમજ કહેવાય છે કે, શ્રદ્ધાનું બીજુંનામ એટલે સાળંગપુર ધામ. સાળંગપુર મંદિરે દરરોજ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોય છે. તેમજ હનુમાનજી મંદિરે અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોય ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહાશિવરાત્રીના પાવન અવસરે મહાદેવના મંદિરોમાં અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.