બોટાદઃ જિલ્લાના ખાંભડા ગામના પૂલ નજીકથી પસારથતી નાવડા બોટાદ મહીપરીએજની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું, કલાકો સુધી ઉચા ઉચા પાણીના ફૂવારાના દ્રશ્યો જોવા મળ્યા હતા. લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.
બોટાદ જિલ્લાના નાવડા બોટાદ મહીપરીએજ પાઈપ લાઈનમાં ભંગાણ, લાખો લીટર પાણીનો વેડફાટ - Botad News
બોટાદ જિલ્લાના નાવડા બોટાદ મહીપરીએજ પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ ઘટનાની કલાકો બાદ પણ પાણી બંધ કરવામાં આવ્યું ન હતું, અને પાણી સતત વહી રહ્યું હતુ. આ બાબતે પાણી પુરવઠાના અધિકારીઓ આ ઘટનાને સામાન્ય ગણી રહ્યા છે. પાણીનો વેડફાટ ન કહેવાય તેમ જણાવી રહ્યા છે.
આ અંગે તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓ ઘટનાથી અજાણ જ હતા, તેમને જાણ થયા બાદ પણ કલાકો સુધી પાણી વેડફાઈ રહ્યું હતું, આ પાણીની પાઈપ લાઈન દ્વારા બોટાદ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાને પાણી પૂરૂ પાડવામાં આવે છે.
ભંગાણના કારણે આગામી 36 કલાક કરતા વધુ સમય માટે આ સમગ્ર જિલ્લામાં પીવાના પાણીનો પુરવઠો બંધ રહશે. તેમ જી.ડબ્લ્યુ આઈ.એલ (ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) ના ઇન્ચાર્જ સિનિયર મેનેજર દ્વારા જણાવ્યું હતું, તેઓ આ ઘટનાને સામાન્ય ગણી રહ્યા છે, આવું તો શિયાળાની ઋતુ દરમિયન જોવા મળતું જ હોય છે, પાણીનો વેડફાટ ન કહેવાય તેવી વાત કરી રહ્યા હતી.