ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં નગરપાલિકા દ્વારા 7 દિવસ સુધી લોકડાઉનની કરાઈ જાહેરાત - Lockdown in Botad

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં શહેરના વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના સક્રમણને લઈ શહેરમાં 7 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે મંગળવારે રાત્રીના 9 વાગ્યાથી 27 એપ્રિલ સુધી શહેરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જોકે, આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. ત્યારે કાળાબજારી કરનારા લોકો સામે નગરપાલિકા કડક પગલા લેશે.

બોટાદમાં નગરપાલિકા દ્વારા 7 દિવસ સુધી લોકડાઉનની કરાઈ જાહેરાત
બોટાદમાં નગરપાલિકા દ્વારા 7 દિવસ સુધી લોકડાઉનની કરાઈ જાહેરાત

By

Published : Apr 19, 2021, 5:43 PM IST

  • મંગળવારથી 27 માર્ચ સુધી લોકડાઉન લગાવાયુ
  • આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી શકાશે
  • કાળાબજારી કરનારાઓ સામે કડક પગલા લેવામાં આવશે

બોટાદઃ શહેરમાં દિવસેને દિવસે કોરોનાનું સક્રમણ સતત વધી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં 231 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી હોસ્પીટલમાં પણ જગ્યાઓ મળી નથી રહી. ત્યારે કોરોનાનુ સક્રમણ રોકવા માટે બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં નગરપાલિકાના પ્રમુખ રાજેશ્રીબેન વોરા, નગરપાલિકાના સભ્યો તેમજ વેપારી એસોસિએશન અને સામાજિક સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી હતી.

બોટાદમાં નગરપાલિકા દ્વારા 7 દિવસ સુધી લોકડાઉનની કરાઈ જાહેરાત

આ પણ વાંચોઃ મોડાસા માર્કેટ યાર્ડમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે હરાજી બંધ

કોરોના સંક્રમણને કેમ રોકવું તેના માટે અલગ-અલગ સૂચનો મંગાવવામાં આવ્યા હતા

આ બેઠકમાં સક્રમણને કેમ રોકવુ તેના માટે અલગ-અલગ સૂચનો માગવામાં આવ્યા હતા. જેમાં તમામ લોકોએ લોકડાઉનની વાત કરી હતી. જેને લઈ બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં 7 દિવસ સુુુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. શહેરમાં આવતીકાલે રાત્રીના 9 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન લગાવાયું છે. તમામ વેપાર ધંધા બધ રહેશે. જોકે, આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી છે. તેમજ 7 દિવસના લોકડાઉન દરમિયાન કોઇપણ વેપારી કે વ્યક્તિ કાળાબજારી કરતા જોવા મળશે તો તેની સામે નગરપાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ જામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં ત્રણ દિવસ તમામ કારખાનાઓ બંધ

ABOUT THE AUTHOR

...view details