ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા (શહીદ) દિનની ઉજવણી કરવામાં આવી - બોટાદ પોલીસ હેડ કવાટર્સ

બોટાદ પોલીસ હેડ કવાટર્સના પરેડ ગ્રાઉન્ડ ખાતે 21 ઓક્ટોબપરના રોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા (શહીદ) દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 08:00 કલાકે સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા આ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

Botad
બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા (શહીદ) દિનની ઉજવણી કરવામાં આવી

By

Published : Oct 22, 2020, 11:32 AM IST

  • બોટાદ ખાતે પોલીસ સંભારણા (શહીદ) દિનની ઉજવણી
  • એસપી સહિત તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સલામી શસ્ત્ર આપવામાં આવી
  • આ કાર્યક્રમમાં કોરોનાને લઇને કરવામાં આવ્યું સોશિયલ ડિસ્ટન્સનું પાલન


બોટાદ : પોલીસ હેડ કવાટર્સના પરેડ ગ્રાઉન્ડ ખાતે 21 ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા (શહીદ) દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 08:00 કલાકે સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા આ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

પોલીસ હેડ કવાટર્સના પરેડ ગ્રાઉન્ડમાં શહીદ સ્મારક ફ્લેગ પોસ્ટ ઊભી કરાઇ

બોટાદ પોલીસ હેડ કવાટર્સના પરેડ ગ્રાઉન્ડમાં આભાસી શહીદ સ્મારક ફ્લેગ પોસ્ટ ઊભી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા તથા ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પરેડ પ્લાટુન દ્વારા સલામી શસ્ત્ર આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલા હોય તેવા તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના નામનું વાંચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોરોના વાઇરસને અનુલક્ષીને તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details