બોટાદ : ગઢડા અને ઢસા માર્કેટીગ યાર્ડમાં મગફળી કેન્દ્ર શરૂ કરવાથી ગઢડા અને ઢસાના આશરે 76 ગામડા સહિત આજુબાજુના અન્ય તાલુકાના ખેડૂતોને ફાયદો થઈ શકે છે. ગઢડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ હુંબલે રાજ્ય સરકારમાં રાજ્યના પુરવઠા પ્રધાન જયેશભાઇ રાદડિયા અને રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ ભાઈ પટેલ સહિતને લેખિતમાં પત્ર લખ્યો હતો. તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયેલું છે.
ગઢડા તાલુકામાં મગફળી ખરીદી કેન્દ્ર આપવા ગઢડા માર્કેટિંગ યાર્ડના ચેરમેને સરકારને રજૂઆત કરી - provide groundnut purchase cente
ગઢડા અને ઢસા માર્કેટિંગ યાર્ડમાં મગફળી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. જેનાથી ગઢડા અને ઢસાના અંદાજે 76 ગામડા સહિત આજુબાજુના અન્ય તાલુકાના ખેડૂતોને ફાયદો થઈ શકે છે.
થોડા જ દિવસોમાં ખેડૂતોની મગફળી વેચાણ અર્થે બજારમાં આવવાની શરૂ થશે. ત્યારે લઘુતમ ટેકાના ભાવે સરકાર દ્વારા નોડેલ એજન્સી તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને જવાબદારી સોંપવામાં આવેલી છે. બોટાદ જિલ્લામાં એક માત્ર ખરીદી સેન્ટર આપવામાં આવે છે. ગઢડા તાલુકામાં ગઢડા માર્કેટિંગયાર્ડ અને ઢસા સબયાર્ડમાં મગફળી ખરીદી કેન્દ્ર આપવામાં આવે તો તાલુકાના 76 ગામના ખેડૂતોને આનો બહોળો લાભ મળી રહેશે.
આ સાથે નજીકના તાલુકાઓ જેવા કે ઉમરાળા, સિંહોર, ગારીયાધાર અને લાઠી વગેરે તાલુકાના ખેડૂતોને પણ મગફળી વેચાણ માટે આ સુવિધાપ્રાપ્ત થઈ શકે છે. તે માટે ગઢડા તાલુકામાં ગઢડા માર્કેટિંગયાર્ડ અને ઢસા સબયાર્ડમાં મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવા યાર્ડના ચેરમેને રજૂઆત કરી હતી.