ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે - બોટાદ એપ

બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ઘઉંના વેચાણ માટે ગુગલ પ્લે સ્ટોરમાં "BOTAD APMC" એપમાં ફરજિયાત ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોરોનાની ગાઈડ લાઈન અને વરસાદની પરિસ્થિતિના પગલે માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશન થયા બાદ માર્કેટીગ યાર્ડ દ્વારા ખેડૂતોને મોબાઈલ મારફતે જાણ કરવામાં આવશે. યાર્ડમાં ઘઉંના વાહન વધુ માત્રમાં આવતા હોઈ અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે વાતને ધ્યાનમાં રાખી યાર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને લઈ રોજ 100થી 150 વાહનો સાથે ખેડૂતો ઘઉં વેચાણમાં લાવી શકશે.

BOTAD APMC એપમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું
BOTAD APMC એપમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું

By

Published : May 28, 2021, 8:31 AM IST

  • BOTAD APMC એપમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું
  • યાર્ડમાં ઘઉંની વધુ માત્રામાં આવક
  • રોજ 100થી150 વાહનો સાથે ખેડૂતો પાક વેચાણમાં લાવી શકશે

બોટાદ:માર્કેટિંગ યાર્ડ દ્વારા ઘઉંના વેચાણ માટે ગુગલ પ્લે સ્ટોરમાં "BOTAD APMC" એપમાં ફરજfયાત ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોરોનાની ગાઈડલાઈન અને વરસાદની પરિસ્થિતિના પગલે માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. રજિસ્ટ્રેશન થયા બાદ માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતોને મોબાઈલ મારફતે જાણ કરવામાં આવશે. યાર્ડમાં ઘઉંના વાહન વધુ માત્રમાં આવતા હોઈ અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે વાત ને ધ્યાનમાં રાખી યાર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને લઈ રોજ 100થી 150 વાહનો સાથે ખેડૂતો ઘઉં વેચાણમાં લાવી શકશે.

આ પણ વાંચો: બોટાદ માર્કેટીગ યાર્ડ 14થી 18 એપ્રિલ સુધી કરાયું સ્વૈચ્છિક બંધ

ઘઉં વેચાણ માટે લેવાયો મહત્વનો નિર્ણય

બોટાદ માર્કેટીગ યાર્ડમાં રોજના બોટાદ જિલ્લાના તેમજ આજુબાજુના પંથકના ખેડૂતો પોતાનો પાક વેચવા આવતા હોઈ છે. ત્યારે ખાસ કરીને આ વર્ષે બોટાદ જિલ્લામાં ઘઉંનું ઉત્પાદન મબલખ થયું છે અને યાર્ડમાં ઘઉં વેચવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો વાહનો સાથે આવતા હોઈ છે. જેને લઇ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ હાલ કોરોનાની ગાઈડલાઈન અને આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું હોવાથી અને વરસાદની પરિસ્થિતિને જોતા બોટાદ માર્કેટીગ યાર્ડ દ્વારા ઘઉં વેચાણ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રોજ 100થી150 વાહનો સાથે ખેડૂતો પાક વેચાણમાં લાવી શકશે

આ પણ વાંચો: ગઢડા તાલુકામાં મગફળી ખરીદી કેન્દ્ર આપવા ગઢડા માર્કેટિંગ યાર્ડના ચેરમેને સરકારને રજૂઆત કરી

ખેડૂતોને મોબાઈલ મારફતે જાણ કરવામાં આવશે

26 મે 2021થી ઘઉં વેચાણ માટે ખેડૂતોએ ગુગલ પ્લે સ્ટોરમાં "BOTAD APMC" એપ અથવા WWW.BOTADAPMC.COM વેબ સાઈટમાં ફરજિયાત ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં રજિસ્ટ્રેશન થયા બાદ માર્કેટીગ યાર્ડ દ્વારા ખેડૂતોને મોબાઈલ મારફતે જાણ કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતો યાર્ડમાં ઘઉં વેચાણ માટે લાવી શકશે. જેમાં યાર્ડ દ્વારા રોજના 100થી 150 ખેડૂતોને બોલવામાં આવશે અને તેમના ઘઉંની હરાજી થશે. જો કોઈ ખેડૂત દ્વારા રજિસ્ટ્રેશન નહીં કરાવેલું હોઈ અને યાર્ડમાં ઘઉં વેચવા આવશે તો તેને યાર્ડમાં પ્રવેશ આપવામાં નહીં આવે.

ABOUT THE AUTHOR

...view details