- કુંડળ નવા સૂર્ય નારાયણ મંદિરના મહંત 75 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા
- પૂજ્ય ભગવાનદાસ બાપુ 11 વર્ષની ઉંમરથી ભક્તિમાં પરોવાયા હતા
- ભગવાનદાસ બાપુની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા
બોટાદ : જિલ્લાના બરવાળા તાલુકાના નવા સૂર્ય નારાયણ મંદિર ના મહંત પૂજ્ય ભગવાનદાસ બાપુ 75 વર્ષની ઉંમર અને બીમારીના કારણે 13 માર્ચ, 2021ના રોજ બ્રહ્મલીન થયા હતા. પૂજ્ય ભગવાનદાસ બાપુ બ્રહ્મલીન થતા કુંડળ ગામના લોકો તેમજ સેવકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ભગવાનદાસ બાપુની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા આ પણ વાંચો -ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે બ્રહ્મલીન ગુરુ મહારાજની ધાર્મિક વિધિ સાથે પૂજા કરવામાં આવી
કોણ હતા પૂજ્ય ભગવાનદાસ બાપુ?
સ્વ. પૂજ્ય ભગવાનદાસ બાપુનું પૂર્વાશ્રમનું નામ વિછીયા વલકુભાઈ ભાણભાઈ હતું. તેમનું મૂળ વતન શાખપુર છે. તેમને 11 વર્ષની ઉંમરથી જ ઇશ્વર ભક્તિમાં પરોવાઈ ગયા હતા. જે બાદ ખાખી સંપ્રદાયના પ્રેમદાસજીને ગુરુ બનાવીને સંન્યાસ ધારણ કર્યો હતો. જે બાદ લાલકાની વાવ તરીકે ઓળખાતા એકાંતવાસમાં નિવાસ કર્યો હતો. જે બાદ તેમને દંડવત્ પ્રણામ કરતા કરતા નવા સુરજદેવળ દર્શને ગયા હતા.
કુંડળ નવા સૂર્ય નારાયણ મંદિરના મહંત 75 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા આ પણ વાંચો -બ્રહ્મલીન જીવરાજ બાપુના અંતિમ દર્શનાર્થે માનવમહેરામણ ઉમટ્યું
નવા સુરજદેવળના પૂજારી તરીકે પણ થોડો સમય સેવા આપી
ઘણા સમય સુધી દામનગરની પાસે આવેલા આવતડ ગામે ખાખીની ઝુંપડી તરીકે ઓળખાતી સુપ્રસિદ્ધ જગ્યાએ ભગવાનદાસ બાપુ રહ્યા હતા. તેમનું મુખ્ય કાર્ય ગૌ-સેવા સાધુ-સંતો ગરીબોને ભજન અને ભોજન આપી પ્રભુભક્તિ કરવાનું રહ્યું હતું. તેમને મુંબઈ, સુરત, નડિયાદ, ગઢડા(સ્વામી), રાજકોટ, જસદણ વગેરે જગ્યાએ વિશાળ સેવકગણ ઊભો કર્યો હતો. જે બાદ નવા સુરજદેવળના પૂજારી તરીકે પણ થોડો સમય સેવા આપી હતી. તેમને કુંડળ ગામે સૂર્યનારાયણનું મંદિર બંધાવી પોતાનો આશ્રમ બાંધી અને લોકો અને ગાયોની સેવા કરતા કરતા હતા. પૂજ્ય ભગવાનદાસ બાપુ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સંતો અને ગામ લોકો જોડાયા હતા. સાંજના સમયે પૂજ્ય ભગવાનદાસ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -સતાધાર જગ્યાના મહંત જીવરાજ બાપુ બન્યા બ્રહ્મલીન, અશ્રુભીની આંખે સમાધિ અપાઈ