- વેક્સિન સેન્ટર (vaccination campaign) પર 45 મિનિટ સુધી કામગીરી રહી બંધ.
- સોશિયલ ડિસ્ટન્સ(Social distance)ના ઉડીયા ધજાગરા
- વેક્સિન સેન્ટર (vaccination campaign)પર લોકોએ વિરોધ દર્શાવ્યો
બોટાદઃ કોરોના મહામારી સામે કોરોનાની વેક્સિન( CORONA VACCINE) બ્રહ્માસ્ત્ર સાબિત થાય એમ છે. જેથી સૌથી વધુ લોકો વેક્સિન મેળવે એ હેતુથી ભારત સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફતમાં કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત કરીને વેક્સિનેશન મહાઅભિયાન ( vaccination campaign ) છેડયું છે. પરંતુ અભિયાન શરૂ થયાના થોડા દિવસોમાં જ પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ન મળતા વેક્સિનેશનની કામગીરી અટવાઈ રહી છે.
Vaccination campaign :વેક્સિન સેન્ટર પર આયોજનનો અભાવ, લોકો થયા પરેશાન આ પણ વાંચોઃVaccination campaign: સુરતમાં એક લાખ રસીના દાવાનો થયો ફિયાસ્કો
વેક્સિન મોડી આવતા લોકો દ્વારા વિરોધ
બોટાદ શહેરની કવિ બોટાદકર કોલેજનામાં વેક્સિનેશન (vaccination campaign)કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે વેક્સિન સેન્ટર(vaccination campaign) પર સવારના 8 વાગ્યામાં લોકો વેક્સિન લાવા માટે પહોંચ્યા હતા ત્યારે સેન્ટર પર આયોજન ન હોવાને કારણે લોકોના ટોળા જોવા મળ્યા હતા. વેક્સિન મોડી આવતા લોકો દ્વારા વિરોધ કરતા 45 મિનિટ કામગીરી ખોરવાઈ હતી.
આ પણ વાંચોઃvaccination campaign: નવસારીમાં વેક્સિનેશન અભિયાન પર બ્રેક લાગતા લોકોએ મચાવ્યો હોબાળો
વેક્સિન સેન્ટરમાં સવારથી લોકો લાઈનો લગાડી હતી પણ વેક્સિનના ડોઝ 11 કલાકે આવતા લોકોએ વિરોધ કર્યો હતો સાથે વેક્સિન ડોઝ દેવામાં પણ 45 મિનિટ કામગીરી ખોરવાઈ હતી. લોકો દ્વારા આયોજન ની વ્યવસ્થાનો વિરોધ કરતા મેડિકલ સ્ટાફે કામગીરી બંધ કરી હતી. આખરે લોકો અને ડૉક્ટરની સમજણ બાદ ફરી વેક્સિન કામગીરી શરૂ કરાઇ હતી.