ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદના રાજપરા ગામના ગરીબ મજૂરો સરકાર પાસે માગી રહ્યા છે મદદ

બોટાદ તાલુકાના રાજપરા ગામે લોકડાઉનના કારણે પેટીયુ રળતા ગરીબ વઞૅ અને મજૂર વર્ગ સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

botad
botad

By

Published : Apr 3, 2020, 11:25 PM IST

બોટાદ:જિલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામે હાલની કોરોના વાઈરસની મહામારીને લઈને પેટિયું રળતા ગરીબ પરિવાર તેમજ મજૂર પરિવાર સરકાર પાસે પેટનો ખાડો પુરવા સહાય અને મદદ માગી રહ્યા છે. હજુ સુધી રાજપરા ગામે કોઈપણ સહાય કે મદદ પહોંચી નથી, ફક્ત રેશનીિંગ કાર્ડનુ અનાજ મળે છે, જે સમગ્ર પરિવાર માટે અપૂરતું છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામે હાલની કોરોના વાઇરસની મહામારી લઈને લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે ત્યારે રાજપરા ગામના પેટિયું રળતા ગરીબ પરિવાર તેમજ મજુરીયાત પરિવારને હાલમાં ખૂબ જ મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલમાં તેઓના પરિવારને પૂરતો ખાવાનું પણ મળી રહેતું નથી.

આ પરિવારો ક્યાંય બહાર મજુરી કામે પણ જઇ શકતા નથી. તેઓના પરિવાર સુધી કોઈ સહાય કે મદદ પૂરી પાડવામાં આવી નથી અને હાલમાં સરકાર દ્વારા અનાજ પુરવઠા નક્કી કરવામાં આવેલો છે તે પણ બહોળા પરિવાર માટે અપૂરતો છે અને આ અનાજ પુરવઠો કેટલા દિવસ સુધી ચાલશે તે નક્કી નથી .

હાલમાં રાજપરા ગામે આવા આશરે 50 જેટલા પરિવાર રહે છે તેઓના સુધી કોઈ સહાય મદદ પહોંચેલ ન હોય જેથી તેઓ સરકાર પાસે મદદ અને સહાયની વિનંતી કરી રહ્યા છે જેથી તાકીદે આ પરિવારોની તપાસ કરી યોગ્ય મદદ અને સહાય મળવા સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details