ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદના ગરીબ વર્ગ અને મજૂર વર્ગ સરકાર પાસે માંગી રહ્યા છે મદદ - અલમપર ગામ લૉકડાઉન

બોટાદ તાલુકાના અલમપર ગામે લૉકડાઉનના કારણે પેટીયુ રળતા ગરીબ વર્ગ અને મજૂર વર્ગ સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. જિલ્લાના રાણપુર તાલુકાના અલમપર ગામે પેટિયું રળતા ગરીબ અને મજૂર પરિવારના લોકોની કોરોના વાઈરસની મહામારીના કારણે તેમજ લૉકડાઉનના કારણે પરિસ્થિતી નાજુક છે.

labors seek help from government
બોટાદના ગરીબ વર્ગ અને મજૂર વર્ગ સરકાર પાસે માંગી રહ્યા છે મદદ

By

Published : Apr 4, 2020, 7:22 PM IST

બોટાદ : જિલ્લાના રાણપુર તાલુકાના અલમપર ગામે કોરોના વાઈરસની મહામારીને લઈને પેટિયું રળતા ગરીબ પરિવાર તેમજ મજૂર પરિવાર સરકાર પાસે પેટનો ખાડો પુરવા મદદ માગી રહ્યા છે. હજુ સુધી રાજપરા ગામે કોઈ પણ સહાય પહોંચી નથી. ફક્ત રેશનીંગ કાર્ડનું અનાજ મળ્યું છે. જે સમગ્ર પરિવાર માટે અપૂરતું છે. તેઓના પરિવારને પૂરતું ખાવાનું પણ મળી રહેતું નથી.આ પરિવારો બહાર મજૂરી કામે પણ જઇ શકતા નથી. તેઓના પરિવાર સુધી કોઈ સહાય કે મદદ પૂરી પાડવામાં આવી નથી.

સરકાર દ્વારા અનાજ પુરવઠા નક્કી કરવામાં આવેલો છે, તે પણ બહોળા પરિવાર માટે અપૂરતો છે. આ અનાજ પુરવઠો કેટલા દિવસ સુધી ચાલશે તે નક્કી નથી. અલમપર ગામે આવા આશરે ૭૦ જેટલા પરિવાર રહે છે. તેઓના સુધી કોઈ સહાય મદદ પહોંચી નથી. તેઓ સરકાર પાસે મદદની વિનંતી કરી રહ્યાં છેે.

ABOUT THE AUTHOR

...view details