- હનુમાનજી ને 21 કિલો સોનાના આભૂષણોના શણગાર કરવામાં આવ્યો
- 100થી વધારે સોના,ચાંદીના હાર
- હનુમાનજી મંદિરે અલગ-અલગ ત્યોહાર કરવામાં આવે છે કાર્યક્રમ
બોટાદઃ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમ વાર દાદાને વિવિધ અલગ-અલગ પ્રકારના 21 કિલો સોનાના આભૂષણો ધરવામાં આવ્યા હતા. જેમાં 100 થી વધારે સોના ચાંદીના હાર નેકલ્સ, ચેન સાથે 11 જોડી સોના ચાંદીના કુંડળ, 8 સોના ચાંદીના હીરા જડિત હાર, કનવ મુગટના આભુષણો ધરવામાં આવ્યા હતા.
હનુમાનજી મંદિરમાં અલગ-અલગ કાર્યક્રમ
બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ જ્યાં સાળંગપુર મંદિર રોજના ખુબજ મોટી સખ્યામાં હરિભક્તો દર્શન માટે આવતા હોઈ છે. તેમજ હનુમાનજી મંદિરે અલગ-અલગ ત્યોહાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોઈ છે અને હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો હોવાથી અલગ-અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોઈ છે.