ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય આંતરરાષ્ટ્રીય લાંબી દોડના ખેલાડી ભાનુ પરમારનું સન્માન કરાયું - latestnews

બોટાદ: ભારતીય આંતરરાષ્ટ્રીય લાંબી દોડના ખેલાડી ભાનુભાઈ પરમાર કુંડળનું ગામમાં સાટીયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભાનુભાઈ પરમાર મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે.

etv bharat botad

By

Published : Oct 7, 2019, 10:07 AM IST

ભાનુભાઈ પરમારે લાંબી દોડમાં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ભાગ લીધો હતો. ભાનુ પરમારે 400 મીટર દોડ 46 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. આશરે 50 જેટલા મેડલ પણ જીત્યા છે. તેમણે ભારત દેશ માટે 400 મીટર તથા 800 મીટર તથા 1500 મીટરની લાંબી દોડમાં ભારત તરફથી ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા તેમજ વિદેશોમાં ભાગ લીધો હતો.

ભારતીય આંતરરાષ્ટ્રીય લાંબી દોડના ખેલાડી ભાનુ પરમારનું સન્માન કરાયું

ભાનુભાઈ પરમાર ભરવાડ સમાજનું ગૌરવ છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે માતાજીના દર્શનાર્થે ગયા હતા. કુંડળ ગામના સાટીયા પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાણપુર બરવાળા ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાનુ પરમારનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details