ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 7 ઉમેદવારને રિપીટ કર્યા - તાલુકા પંચાયત

બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એટલે કે રવિવારે ભાજપના કાર્યકર્તાઓની ભારે ભીડ જામી હતી. તમામ ઉમેદવારો ઢોલ નગારા સાથે પદયાત્રા યોજી વિજય મુહૂર્ત પર ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 7 ઉમેદવારને રિપીટ કર્યા
બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 7 ઉમેદવારને રિપીટ કર્યા

By

Published : Feb 15, 2021, 5:32 PM IST

  • સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને આપવામાં આવી ટિકિટ
  • નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટિકિટો કપાઈ
  • કોવિડની ગાઈડ લાઇન મુજબ પ્રચાર કરે તેવી સૂચના

બોટાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત બાદ ચૂંટણીના ઢોલ વાગ્યા છે. ગઈકાલે એટલે કે રવિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બોટાદ જિલ્લા પંચાયત, બોટાદ તાલુકા પંચાયત, બરવાળા તાલુકા પંચાયત, ગઢડા તાલુકા પંચાયત, રાણપુર તાલુકા પંચાયત અને બોટાદ તેમ જ બરવાળા નગરપાલિકાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપે 7 ઉમેદવારને રિપીટ કર્યા

આ જાહેરાતમાં બોટાદ નગરપાલિકા કુલ 11 વોર્ડ છે અને કુલ 44 બેઠક છે ત્યારે ગયા વખતની ચૂંટણીમાં 27 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. બીજી ટર્મમાં કોંગ્રેસ છોડી 6 સભ્યોએ ભાજપનો કેસરિયો ધારણ કરતા ભાજપના કુલ સભ્યોની સંખ્યા 33 થઈ હતી, જેમાંથી કુલ 7 લોકોને રિપીટ કરવામાં આવ્યા હતા. બાકીના તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. યુવા અને સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને બોટાદ નગરપાલિકાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને આપવામાં આવી ટિકિટ

બોટાદ નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ટિકિટ કપાઈ

  • બીનાબેન યોગેશભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ, બોટાદ નગરપાલિકા
  • મહાસુખભાઈ ઉજમસીભાઈ કણજરિયા, પૂર્વ પ્રમુખ, બોટાદ નગરપાલિકા
  • જેસિંગભાઈ ગાંડાભાઈ લકુમ, પૂર્વ પ્રમુખ, બોટાદ નગરપાલિકા
  • હકાભાઈ લાખાભાઈ ખામભલિયા, પૂર્વ ઉપપ્રમુખ, બોટાદ નગરપાલિકા
  • દશરથભાઈ નારણભાઈ સોલંકી, પૂર્વ ઉપપ્રમુખ, બોટાદ નગરપાલિકા
  • અનિલભાઈ કનૈયાલાલ શેઠ, પૂર્વ કારોબારી ચેરમેન, બોટાદ નગરપાલિકા
  • ગણપતભાઈ ચતુરભાઈ કણજરિયા, પૂર્વ પ્રમુખ, બોટાદ શહેર ભાજપ

બરવાળા નગરપાલિકામાં કુલ 6 વોર્ડ અને 24 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત સમિતિના ચેરમેનોની ટિકિટ કાપવામાં આવી હતી. ટિકિટ કપાઈ હોય તેવા ઉમેદવાર નીચે મુજબ છેઃ

  • વોર્ડ નંબર 5 પ્રતાપભાઈ બારડ પ્રમુખ, બરવાળા નગરપાલિકા
  • વોર્ડ નંબર 6 શારદાબેન પરમાર કારોબારી ચેરમેન
  • વોર્ડ નંબર 6 હિમતભાઈ મેર, ચેરમેન, બાંધકામ સમિતિ
  • વોર્ડ નંબર 2 નટુભાઈ વાઘેલા શાસક પક્ષ નેતા સહિત કુલ 10 લોકોની ટિકિટ કપાઈ

ભાજપના ઉમેદવારોએ યોજેલી રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા

અત્યારે તો ટિકિટ કપાયેલા કોઈ ઉમેદવારના દાવેદારની નારાજગી સામે નથી આવી, પરંતુ આગામી સમયમાં ભાજપ સાથે રહેવું કે નહીં તે અંગે કાર્યકર્તાઓ વિચારી શકે છે. બોટાદ નગરપાલિકા અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોએ શહેર કાર્યાલય ખાતેથી રેલી કાઢી હતી. જોકે, ફોર્મ ભરતા સમયે અને રેલી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા. જ્યારે જિલ્લા ભાજપ પ્રભારી અને પ્રમુખે જણાવ્યું હતું કે, કોરોના ગાઈડલાઈન પ્રમાણે જ રેલી યોજીશું.

ABOUT THE AUTHOR

...view details