ગુજરાત

gujarat

કોરોના મહામારીમાં સુરતના ઉદ્યોગપતિ આવ્યા વતનની વ્હારે

By

Published : May 5, 2021, 11:18 AM IST

કોરોનાની મહામારી ચાલી રહી છે કોઈ પણ દવાખાનામાં જગ્યા નથી, ઓક્સિજન નથી અને લોકો હેરાન પરેશાન થાય છે અને આખરે મોતને ભેટે છે. સ્મશાનમાં પણ જગ્યા ટુકી પડી રહી છે. આવા કપરા સમયમાં લોકો પોતાની માનવતા અને વતનપ્રેમ દર્શાવી ભગવાને આપેલી સંપત્તિનો સદકાર્ય માટે ઉપયોગ કરી માનવ હોવાનું ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે.

surat
કોરોના મહામારીમાં સુરતના ઉદ્યોગપતિ આવ્યા વતનની વ્હારે

  • કોરોના કાળમા બોટાદ ગામમાં માનવતા મેહકી
  • મૂળ બોટાદના સુરતના ઉદ્યોગપતિ કરી રહ્યા છે ગામની સેવા
  • ઉદ્યોગપતિ ગામવાસીઓના કોરોનાની સારવારનો ખર્ચો ઉપાડી કરી રહ્યા છે સેવા

બોટાદ: જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામે ગામના દાતા અને હાલ સુરત રહેતા ઉધોગપતી વલ્લભભાઈ વિરાણીએ તેના વતન રણીયાળા ગામે કોઈપણ સમાજના વ્યક્તિને કોરોના પોઝિટિવ હોય તેવા દર્દીઓને સારવાર માટે કોઈપણ ખાનગી હોસ્પિટલમાં તમામ ખર્ચ આપી રહ્યા છે તેમજ ગામની અંદર દરોજ ઘરે ઘરે મફત ફુટ તેમજ ઉકાળાનુ વિતરણ કરી વતનનુ રુણ અદા કરી રહ્યા છે.

કોરોના મહામારીમાં સુરતના ઉદ્યોગપતિ આવ્યા વતનની વ્હારે

આ પણ વાંચો : ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા રાજકોટ જિલ્લા પંચાયતનો એક્શન પ્લાન

ગામવાસીઓ માની રહ્યા છે આભાર

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામના ઉધોગપતી અને દાતા વલ્લભભાઈ વિરાણી એ પોતાના રણીયાળા ગામના કોઈપણ જ્ઞાતિના કોરોનાના દર્દી હોય તેને સારવાર માટે ગમે તેટલો ખર્ચ થાય તે તમામ ખર્ચ વલ્લભભાઈ વિરાણી આપી રહ્યા છે તેમજ રણીયાળા ગામના સામાજીક આગેવાન અને સેવાના ભેખધારી એવા રતનશીભાઈ બોસ, હિમતભાઈ ડોબરીયા સહિતના લોકો દ્વારા ગામમાં દરરોજ મફત ઉકાળા, ફ્રૂટનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આવા વતન પ્રેમીઓની હૂંફના કારણે દર્દીઓમાં આશાનો સંચાર અને રાહતની લાગણી જોવા મળી રહી છે. ગામના લોકોએ પણ વલ્લભભાઈ ની આ કામગીરી ને બિરદાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details