ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ: કલાકાર પ્રભાત સોલંકીને યુવકે ડાયરમાં લાફાવાળી કરી - prabhat solanki

બોટાદ: સાળંગપુર રોડ પર રાજીવ નગર વિસ્તારમાં ડાયરાના કલાકાર પ્રભાત સોલંકીને ચાલુ ડાયરામાં લાફો મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કલાકાર ડાયરામાં દારુ પીને આવતા યુવકે લાફાવાળી કરી હતી.

Etv Bharat

By

Published : Nov 25, 2019, 5:37 PM IST

મળતી વિગતો મુજબ, બોટાદ ખાતે સાળંગપુર રોડ પર આવેલ રાજીવ નગર વિસ્તારમાં એક ભૂવા તરફથી માતાજીનો માંડવો હતો. જેથી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરાના કલાકાર અમદાવાદના વતની પ્રભાત ભાઈ સોલંકીને ડાયરા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડાયરામાં પ્રભાતભાઇ સોલંકી દારૂ પીને આવતા પ્રેક્ષકો રોષે ભરાયા હતા.

ડાયરાનો કલાકાર દારુ પીને આવતા લોકોએ કર્યો લાફાનો વરસાદ

આ પ્રેક્ષકો પૈકી એક પ્રેક્ષકને આ દારૂ પીને ગાવાનું પસંદ નહી આવતા તેઓ ચાલુ ડાયરે ઉભા થઇ પ્રભાતભાઇ સોલંકીને સ્ટેજ પર આવી લાફા માર્યા હતા અને ચાલુ ડાયરે પ્રેક્ષકો તરફથી પ્રભાતભાઇ સોલંકીને કાઢી મુકવામાં આવ્યા હતા. જેનો વીડિયો લોકો તરફથી વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોની પુષ્ટી ETV ભારત કરતું નથી

ABOUT THE AUTHOR

...view details