- 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું
- સગીરાને જાનથી મારી નાખવાની આપી ધમકી
- દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો
બોટાદ :જિલ્લામાં 16 વર્ષની સગીરાને તેના બાજુના ગામનો અનિલ વાઘેલાએ સગીરાને ફોસલાવી-લલચાવીને પોતાની બાઈક પર બેસાડી ગામની બહાર કાટાની વાડમાં લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું. જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો : બાળકી ગુમ થવાની ફરિયાદ આપનારો પિતા જ નરાધમ નિકળ્યો, દુષ્કર્મ આચરતો હોવાથી સગીરા ભાગી ગઈ હતી
સગીરાને પેટમાં દુ:ખાવો થતા પરિવારને વાત કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો
10 દિવસ બાદ ગામમાં મોબાઈલ ફોનની દુકાન ધરાવતા વિજય મકવાણાએ પણ સગીરાને તેના ઘરેથી લલચાવી ફોસલાવી પોતાની બાઈક પર ગામનાં સીમાડે આવોલી વાડીએ લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું. ત્યારબાદ સગીરા પોતાના ઘરે જતી રહી હતી, પરંતુ થોડા દિવસો બાદ સગીરા તેના સંબંધીના ઘરે ગઇ હતી, તે સમયે સગીરાને પેટમાં દુ:ખાવો થતા તે ઘરે પરત આવી તેણે તેના પરિવારને વાત કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ પણ વાંચો : 13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં
બન્ને શખ્સોની ધરપકડ કરીને જેલને હવાલે કર્યા
સગીરાએ પોલીસમાં બન્ને શખ્સો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે સગીરા પર દુષ્કર્મ કરનારા બન્ને શખ્સો વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતા. ગઢડા પોલીસે ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મ કરનારા બન્ને શખ્સોની ધરપકડ કરીને જેલને હવાલે કર્યા હતા.