ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં કોળી સમાજે ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો વિરોધ કર્યો - વિરોધ

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી માટેના મતદાનને હવે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસ બાકી છે. આ 8 બેઠકમાંથી એક બેઠક બોટાદ ગઢડાની છે, જેમાંથી ભાજપ તરફથી આત્મારામ પરમાર ઊભા રહ્યા છે. જો કે, ગઢડા કોંગ્રેસ પ્રેરિત કોળી સમાજના આગેવાનોએ આત્મારામ પરમારનો વિરોધ કર્યો હતો.

બોટાદમાં કોળી સમાજે ભાજપ અને આત્મારામ પરમારનો વિરોધ કર્યો
બોટાદમાં કોળી સમાજે ભાજપ અને આત્મારામ પરમારનો વિરોધ કર્યો

By

Published : Oct 31, 2020, 3:41 PM IST

  • ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો વિરોધ
  • કોળી સમાજે ભાજપ અને આત્મારામ સામે વિરોધ કર્યો
  • ભાજપ અને આત્મારામ પરમાર વિરુદ્ધ કોળી સમાજે કર્યા સૂત્રોચ્ચાર
  • વર્ષ 2007માં કોળી સમાજની વાડી માટે આત્મારામે લખ્યો હતો પત્ર
  • બે લાખની ગ્રાન્ટનો પત્ર માત્રને માત્ર લોલીપોપઃ કોળી સમાજ

બોટાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી માટેના મતદાનને હવે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસ બાકી છે. આ 8 બેઠકમાંથી એક બેઠક બોટાદ ગઢડાની છે, જેમાંથી ભાજપ તરફથી આત્મારામ પરમાર ઊભા રહ્યા છે. જોકે, ગઢડા કોંગ્રેસ પ્રેરિત કોળી સમાજના આગેવાનોએ આત્મારામ પરમારનો વિરોધ કર્યો હતો. કોળી સમાજના આગેવાનો ગઢડાના સામાકાંઠે ગઢાડી રોડ પર ઊભા રહીને વિરોધ કરી રહ્યા હતા.

કોળી સમાજના આગેવાનોએ પત્રને જાહેરમાં ફાડી નાખ્યો

વર્ષ 2007માં આત્મારામ પરમારે કોળી સમાજના વાડી માટે બે લાખની ગ્રાન્ટનો પત્ર આપ્યો હતો. જોકે કોળી સમાજે આ પત્ર માત્રને માત્ર લોલીપોપ ગણાવ્યો છે. કોળી સમાજના આગેવાનો દ્વારા આ પત્રને જાહેરમાં ફાડી નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોળી સમાજમાં આત્મારામ પરમારને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી અને આત્મારામ પરમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ સાથે જ આત્મારામ પરમાર સમાજની વાડી બનાવવા માટે જરૂરી પગલા લે તેવી માગ કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details