ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ તાલુકાના લાઠીદડ ગામે વીજળી પડતા દાદા અને પૌત્રીના મોત - heavy rain

બોટાદ તાલુકાના લાઠીદડ ગામે ખેતરમાં કામ કરતા દાદા તથા પૌત્રી પર વીજળી પડતા બંનેના કરુણ મોત થયા હતા.

બોટાદ તાલુકાના લાઠીદડ ગામે વીજળી પડતા દાદા અને પૌત્રીના મોત
બોટાદ તાલુકાના લાઠીદડ ગામે વીજળી પડતા દાદા અને પૌત્રીના મોત

By

Published : Jun 30, 2020, 4:31 PM IST

બોટાદ: બોટાદ તાલુકાના લાઠીદડ ગામે ભાવનગર રોડ પર આવેલી ખેતીની જમીનમાં 60 વર્ષીય ઘનશ્યામભાઈ ચૌહાણ અને તેમની 5 વર્ષીય પૌત્રી જાનવી ચૌહાણ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા થવા લાગ્યા હતા.

ખેતરમાં કામ કરી રહેલા દાદા અને પૌત્રી પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બંનેને સારવાર માટે બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે લાઠીદડ ગામે શોકનું મોજુ ફેેેેલાયું છે.

ABOUT THE AUTHOR

...view details