ગુજરાત

gujarat

ETV Bharat / state

ગઢડાના ગોપીનાથજી મંદિરમાં DySp દ્વારા બીભત્સ શબ્દો બોલી સંતોને માર મારવાની ઘટનાનો પડઘો વિદેશમાં પડ્યો - The saints fell abroad to be beaten

ગઢડાના ગોપીનાથજી મંદિરમાં 6 ડિસેમ્બરના રોજ DySp દ્વારા સંતોને મારમારીને ઓફિસની બહાર કાઢવામાં આવ્યા હતા તેનો વીડિયો પણ વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોને લઈને કેનેડા અને અમેરિકા વસતા હરીભક્તોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો.

ગઢડા ગોપીનાથજી મંદિરમાં DySp દ્વારા બીભત્સ શબ્દો બોલી સંતોને માર મારવાનો પડઘો વિદેશમાં પડ્યો
ગઢડા ગોપીનાથજી મંદિરમાં DySp દ્વારા બીભત્સ શબ્દો બોલી સંતોને માર મારવાનો પડઘો વિદેશમાં પડ્યો

By

Published : Dec 21, 2020, 10:35 PM IST

Updated : Dec 21, 2020, 11:00 PM IST

  • ગઢડાના ગોપીનાથજી મંદિરમાં DySp દ્વારા સંતોને મારમારીની ઘટના
  • કેનેડા અને અમેરિકામાં વસતા હરિભક્તોએ રોષ વ્યક્ત કર્યો
  • ડીવાયએસપી વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવા ગુજરાત સરકારને કરી રજુઆત

બોટાદઃ જિલ્લાના ગઢડાના ગોપીનાથજી મંદિરમાં 6 ડિસેમ્બરના રોજ મંદિરના પરિસરની ઓફિસમાં જે રીતે DySp દ્વારા સંતોને મારમારીને બહાર કાઢવામાં આવ્યા હતા. તે વીડિયો વાઇરલ થયો છે. મંદિરમાં DySp નકુમ દ્વારા બીભત્સ શબ્દો બોલી સંતોને મારમારવાનો પડઘો વિદેશમાં પડ્યો છે.

હરીભક્તોએ વીડિયો બનાવી dyspનો વિરોધ કર્યો

કેનેડા અને અમેરિકામાં વસતા હરીભક્તોએ વીડિયો બનાવી dyspનો વિરોધ કર્યો છે. વિદેશમાં રહેતા હરીભક્તોએ ડીવાયએસપી નકુમ વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.

Last Updated : Dec 21, 2020, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details