સાળંગપુરમાં અમિત શાહે ભોજનાલયનું ઉદ્ધઘાટન સાળંગપુરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 6 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. હનુમાન જયંતિના દિવસે તેમણે સાળંગપુર હનુમાન મંદિરે ખાતે ખાસ દર્શન કર્યા હતા. સાળંગપુરમાં તેમણે મંદિરમાં ખાસ પૂજા કરી હતી. દાદાના આશિર્વાદ લેવા માટે સહ પરિવાર હાજર રહ્યો હતો. મંદિરમાં આવેલ નવનિર્માણ વિશાળ ભોજનાલયનું લોકાર્પણ પણ કર્યું હતું. હનુમાન જયંતિ હોવાને કારણે આજે ભક્તોનું ઘોડાપૂર મંદિરમાં જોવા મળ્યું હતું.
ભોજનાલયની વ્યવસ્થા વિશે: સાળંગપુરમાં જે વિશાળ ભોજનાલય તૈયાર કરવામાં આવેલ છે, તેની ખાસ વિશેષતાઓ પણ છે. આ ભોજનાલય 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યનું સૌથી મોટું ભોજનાલય તૈયાર કરાયું છે. જેમાં કુલ સાત મોટા ખંડ બનાવવામાં આવ્યા છે. અમિત શાહના હસ્તે આ ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભોજનાલયમાં 1 કલાકમાં 20,000 ભાવિકોની રસોઈ એક સાથે તૈયાર થઇ શકે તેવી પણ વ્યવસ્થા છે. આ ભોજનાલયમાં ખાસ પ્રકારની લિફ્ટ પણ તૈયાર કરવામાં આવી છે. એક સાથે 4,000 ભક્તો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
55 કરોડના ખર્ચે નિમાર્ણ થયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય 55 કરોડના ખર્ચે નિમાર્ણ થયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય:
- 4000 હજારથી વધુ હરિભક્તો ડાયનિંગ ટેબલ પર બેસી પ્રસાદ લઇ શકશે
- 7 વિઘા(1,05,395 સ્ક્વેર ફુટ) જમીનમાં પથરાયેલું ભોજનાલય
- 3,25,000 સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનું થયું બાંધકામ
- 255 કોલમ પર ઊભું કરાયું શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય
- શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી એવં કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી બનાવ્યું ભોજનાલય
- ભોજનાલયની ડીઝાઇન આર્કિટેક પ્રકાશભાઈ ગજ્જર અને સ્ટ્રક્ચરની ડીઝાઇન રાજેશભાઈ પટેલે કરી છે
- ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન
'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાનું અનાવરણ: સાળંગપુર ખાતે કિંગ ઓફ સાળંગપુરની 54 ફુટની ઉંચી પ્રતિમાનું ગઈકાલે અનાવરણ કરવામાં આવ્યું હતુ. હનુમાન જયંતીના એક દિવસ પહેલાં જ આ મૂર્તિને વડતાલના ગાદીપતી આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હનુમાન દાદાની વિશાળ અને ભવ્ય પ્રતિમાને લાઈટોથી શણગારવામાં આવી હતી. દાદાની આ લાઇટીંગ વાળી મુર્તી જોઇને ભક્તો મંત્રમુગ્ધ બની ગયા હતા.
હાઇટેક કિચનની વિશેષતા:
- ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે.
- જેમાં 1 કલાકમાં 20,000 હજારથી વઘુ લોકોની રસોઈ.
- ગેસ-વીજળી અને લાઈટ વગર બનશે રસોઈ.
- દરેક શ્રદ્ધાળુને પીરસાશે ગરમાગરમ રસોઈ.
ઇતિહાસને ઉજાગર કરતો શો યોજાયો:સાળંગપુર તીર્થ કેવી રીતે એક ગામથી તીર્થ સ્થાન બન્યું તેના ઈતિહાસ અને મહિમાની ગાથા રજૂ કરતો એક શો યોજાયો હતો. તેમજ વિરાટ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પર સ્માર્ટ અને ઇન્ટેલિજેન્ટ કલરફુલ લાઈટ્સ, પેટર્ન અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દ્વારા દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતાં. 13 મિનિટના આ શોમાં સાળંગપુર તીર્થનો ઇતિહાસ, મહિમા, ભગવાન સ્વામિનારાયણનું આગમન, પૂજ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતાપી કષ્ટભંજનદેવ હનુમાનજીની સ્થાપનાથી લઈ આજે આ તીર્થના હ્રદય તીર્થ સ્થાન પર 54 ફૂટ ઊંચા કિંગ ઓફ સાળંગપુરની સ્થાપનાની કહાની એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી હતી.
અમિત શાહે ભોજનાલયનું ઉદ્ધઘાટન કર્યું ડાઈનિંગ હોલની વિશેષતા:
- ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ.
- 30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોરે 2 મોટા ડાઈનિંગ હોલ.
- જેમાં ફસ્ટ સેકન્ડ ફ્લોરે (વીઆઈપી-1 2650 સ્ક્વેર ફૂટમાં) (વીઆઈપી-2 2035 સ્ક્વેર ફૂટમાં) .
- સેકન્ડ ફ્લોરે (વીઆઈપી-3 900 સ્ક્વેર ફૂટમાં).
- એક સાથે 4000 હજારથી વધુ હરિભક્તો ડાયનિંગ ટેબલ પર બેસી પ્રસાદ લઇ શકશે.
અમિત શાહનું સંબોધન: આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, હનુમાન જયંતી અને ભાજપ સ્થાપના દિવસ બન્ને એક જ દિવસે છે. હું સાળગપુર જેટલી વખત આવ્યો એક નવી ઊર્જા અને શાંતિનો અનુભવ થયો છે. પહેલા એવું કહેવાતું હતું કે, કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થશે તો લોહીની નદીઓ વહેશે. પણ હવે તો કાશી વિશ્વનાથમાં કાશીનો કોરિડોર પણ પૂરો થઈ ગયો છે. ભાજપ સરકારે 370ની કલમ દૂર કરીને મોટું કામ કર્યું છે. એવું પણ કહેવાતું હતું કે, રામ મંદિર બનશે તો રમખાણ થશે પણ એવું કંઈ થયું નથી.
આ પણ વાંચોHanuman Jayanti 2023: હનુમાન જયંતિ નિમિત્તે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે સાળંગપુર ખાતે લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા
ભાજપ પર દાદાના આશીર્વાદઃદાદાના આશીર્વાદથી આજે ભાજપ લોકોની સેવા કરે છે. ભાજપે મોટા મોટા યાત્રાધામનો વિકાસ કર્યો છે. કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો લટકાવી રાખ્યો, ભટકાવી નાંખ્યો હતો. પશ્ચિમના દેશોને પણ યોગના રસ્તે લાવવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે. હજારો લાખો લોકોના જીવનમાં જે સંકટ છે એને દૂર કરવાનું કામ અહીં સાળંગપુરમાં થાય છે. 1980માં જ્યારે ભાજપની સ્થાપના થઈ એ સમયે કટેલાક લોકોએ મજાક કરી હતી.
આ પણ વાંચોHanuman Jayanti 2023 : લંબે હનુમાન મંદિરે મહારાષ્ટ્રમાંથી ભક્તોની સતત આવક