સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીને ઉજવણી કરવામાં આવી બોટાદ: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત અને સુવિખ્યાત એવું સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું આ ધામ કે જ્યાં હનુમાન જયંતીની ધામ ધૂમથી ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ઐતિહાસિક ક્ષણ કહી શકાય તે પ્રમાણેની સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીને ઉજવણી કરવામાં આવી હતી.
અમિત શાહ પરિવાર સાથે સાળંગપુર ખાતે લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા મૂર્તિનું અનાવરણ:હનુમાન જયંતીની પૂર્વ સંધ્યા એટલે કે 5 એપ્રિલના રોજ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્યાથી ભવ્ય 54 ફૂટની પંચધાતુની વિરાટકાય 30,000 કિલો વજન ધરાવતી મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું હતું. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ પરમ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે 54 ફૂટની આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલું હતું તે સમયે ખૂબ મોટી સંખ્યાની સંતો હરિભક્તો હાજર રહેલા હતા અને સમગ્ર પરિસરની અંદર જય શ્રી રામ અને જય હનુમાનના અનાજ થી સમગ્ર ગગન ગુંજી ઉઠ્યો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળેલો હતો.
અલગ અલગ કાર્યક્રમોનું આયોજન:તારીખ 6 એપ્રિલ 2023 ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર ખાતે ભવ્યાતિભવ્ય અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવેલી હતી તો ત્યારબાદ શણગાર આરતી સાથે દાદાને અન્નકૂટ કરવામાં આવેલો હતો. વડતાલ ગાદીપતિ પરમ પૂજ્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત છડીનો અભિષેક પણ કરવામાં આવેલો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની પુત્ર પત્ની સહિત પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિમાં આજે સાળંગપુર કષ્ટભંજન મંદિર દ્વારા મંદિર પરિસરમાં તૈયાર કરેલ ગુજરાતનું સૌથી મોટું એવું ભોજનાલય કે જેમાં એક સાથે 4,000 થી વધુ લોકો જમી શકે છે.
આ પણ વાંચોHanuman Jayanti: હનુમાનજીના ચરણમાં રહે છે પનોતી, શનિદેવે યુદ્ધમાં જીતવા બદલ્યું હતું રૂપ
કિંગ ઓફ સાળંગપુર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલું હતું તો અમિત શાહ આજે તેમના પરિવાર સાથે હનુમાન જયંતિનો દિવસ હોય સાળંગપુર હનુમાન મંદિર ખાતે પહોંચ્યા હતા કે જ્યાં ગઈકાલે પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ સંતો મહત્ત્વની હાજરીની અંદર લોકાર્પણ કરવામાં આવેલ હતી. તે 54 ફૂટની પંચ ધાતુની મૂર્તિની પૂજા કરવામાં આવી હતી. અમિત શાહના હસ્તે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની તક્તિનું પણ અનાવરણ કરવામાં આવેલું હતું. બે દિવસના કાર્યક્રમની અંદર દેશ વિદેશના હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. દાદાના દર્શન કર્યા તો શ્રદ્ધાનું બીજું નામ એવું સાળંગપુર ધામ હવેથી કિંગ ઓફ સાળંગપુરના નામથી પણ ઓળખાશે.
આ પણ વાંચોHanuman Jayanti 2023 : સાળંગપુર ખાતે અમિતશાહે વિશાળ ભોજનાલયનું કર્યું ઉદ્ધાટન, જાણો તેની વ્યવસ્થા વિશે
કિંગ ઓફ સાળંગપુર:
- 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના કરો સૌથી પહેલાં દર્શન, 30 હજાર કિલોની મૂર્તિ 5,000 વર્ષ સુધી રહેશે અડીખમ.
- શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટનું થયું લોકાર્પણ.
- પંચધાતુમાંથી બનેલી દેશની પહેલી મૂર્તિ 'કિંગ ઓફ સાળંગપુર'નું ભાવિકોના દર્શન માટે મુકાઈ ખુલ્લી.
- વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદદાસજી અને સંતો દ્વારા ગતરોજ કરાયું લોકાર્પણ.
- કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે હનુમાન જયંતિ નિમિત્તે આજરોજ પરિવાર સાથે મૂર્તિનું પૂજન કરી તકતીનું કર્યું અનાવરણ.
- મહત્ત્વનું છે કે કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ચરનો સુભગ સમન્વય છે.
- જે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી અને વડીલ સંતોના માર્ગદર્શનમાં બનાવાયો છે.
- આ કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટની વિશેષતા અંગેની માહિતી અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.
- આખો પ્રોજેક્ટ 1,45,888.49 sq ftમાં ફેલાયેલો છે.
- પ્રોજેક્ટની ડિઝાઈન એન્શિયન્ટ આર્કિટેક્ચર મુજબ કરાઈ છે.
- આ પ્રોજેક્ટ આર્કિટેક્ટ ચિરાગભાઈ ગોટીએ ડિઝાઈન કર્યો છે.
- કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 11 કરોડના ખર્ચે તૈયાર થયો.
- અહીં દરરોજના 200-300 કારીગર દિવસના 8 કલાક કામ કરતા હતાં.
- શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીની પ્રેરણાથી મૂર્તિ બનાવી.
- 72 ફૂટ લાંબા, 72 ફૂટ પહોળા અને 25 ઉંચા બેઝ પર દાદાની મૂર્તિ વિરાજિત કરાઈ.
- બેઝ તૈયાર થતાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો.
- 50 હજાર ઘનફૂટ સોલિડ ગ્રેનાઇટ રોક અને 30 હજાર ઘન ફૂટ લાઇમ કોંક્રિટથી ફાઉન્ડેશન બનાવ્યું.
- 4 હજાર ઘનફૂટ વ્હાઇટ માર્બલથી બેઝ પર લગાવાયો.
- આ વ્હાઇટ માર્બલ મકરાણાથી મંગાવાયા હતા.
- બેઝની વૉલ પર નાગરાદિ શૈલીનું કોતરણીકામ કરાયું.
- બેઝની ફરતે દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે.
- બેઝ પર સાળંગપુર ધામના ઈતિહાસના દર્શન થશે.
- આ બૅઝ 200-300 વર્ષ સુધી અડીખમ રહેશે.
- મૂર્તિના બેઝની ફરતે કુલ 36 દેરી બનાવી.
- આ દેરીની સાઇઝ 15.6 x15.6 ફૂટ છે.
- દેરીના ધુમટની સાઇઝ 9.6 x 8.3 ફૂટ છે.
- 36 દેરીમાં કુલ ચાર-ચાર સ્તંભ છે.
- એક દેરીમાં 425 ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થયો.
- દેરી માટે પથ્થર રાજસ્થાનના બંસી પહાડપુરથી મંગાવાયો છે.
- મૂર્તિની સામે 64,634.22 sq. ftમાં ગાર્ડન બનાવાયા.
- જેમાં 12,000થી વધુ લોકો એકસાથે આરામથી બેસી શકશે.
- ગાર્ડન માટે રાજકોટથી 60 હજાર kg જૈવિક ખાતર મંગાવી સોફ્ટ લોન ઉગાડાયું.
- ગાર્ડનની ફરતે 4 પ્રકારના કુલ 8,335 પ્લાન્ટ લગાવાયા છે.
- મૂર્તિની બરાબર સામે અને આજુબાજુ ચાલવા માટે પાથ બનાવાયો છે.
- જેના 60,742 sq.ftમાં બ્લોક પાથરવામાં આવ્યાં છે.