- શાકભાજીનો કરાયો શણગાર
- દર્શન કરી ભક્તો એ ધન્યતા અનુભવી
- રીગણ, ફુલાવર,કોબીજ,ટમેટા,વગેરે નો કરાયો શણગાર
બોટાદ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેના કારણે ચારે તરફ ભક્તિમય વાતાવરણ છે. શ્રાવણ મહિનામાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાનજી દાદાને શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો હતો. શાકભાજી સાથે દાદાના દર્શન કરી ભક્તો ને ધન્યતા પ્રાપ્ત થઈ તેવો ભાવ પ્રગટ થયો.
અલગ-અલગ શાકનો શણગાર
શ્રાવણ મહિનામાં માત્ર ભોળાનાથ નહિ પણ અન્ય મંદિરોમાં પણ ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવતો હોય છે. શ્રવણ મહિના નિમિતે વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાને અલગ અલગ શાકભાજી નો શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં રીગણ, કોબીચ,ફુલાવર,ટમેટા સહિત અનેક શાકભાજી નો દાદા ને શણગાર કરવામાં આવેલા હનુમાનજી દાદાના દર્શન કરવા આવનાર હરિભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.