બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે છેલ્લા ૨૦ દિવસથી આ સેવાયજ્ઞ ગ્રામજનો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગોરડકા ગામના જરૂરિયાત વર્ગ તથા ગરીબ પરિવારના લોકોને બપોરનું તથા સાંજનું ભોજન પૂરું પાડવામાં આવે છે. ગોરડકા ગામના ગ્રામજનો દ્વારા તેમજ ખંડેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઘરે ઘરે ફરી ગરમ ભોજન પીરસવામાં આવ્યું હતું.
ગઢડા તાલુકાના ગોરડકા ગામે ગ્રામજનો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો - બોટાદ કોરોના ન્યૂઝ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે ગ્રામજનો દ્વારા ગરીબ અને મજૂર વર્ગના લોકોને ઘેર ઘેર જઈને બન્ને ટાઇમ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.
ગઢડા તાલુકાના ગોરડકા ગામે ગ્રામજનો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો
આ સેવાયજ્ઞમાં કોઈપણ રાજકીય આગેવાન કે દાતાઓનો સહયોગ મળેલો નથી. આ સેવાયજ્ઞ ગામના નાગરિકો દ્વારા કરવામાં આવ્યો હતો.
હાલની કોરોના મહામારીને લઈને જે મુશ્કેલ પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી છે, તેના અનુસંધાને ખંડેશ્વર મહાદેવ યુવક ગ્રુપ દ્વારા છેલ્લા ૨૦ દિવસથી ૭૦ જેટલા પરિવારના સભ્યોને સવાર અને સાંજ બંને ટાઇમ જરૂરિયાતમંદ લોકોને ઘેર ઘેર પહોંચી ભોજન આપવામાં આવેલ હતું. આ સેવાયજ્ઞ માં જોડાયેલા લોકોનો લાભાર્થી પરિવારો દ્વારા પુષ્પવર્ષા કરી આભાર માનવામાં આવ્યો હતો.