ગુજરાત

gujarat

ETV Bharat / state

ગઢડામાં ગોપીનાથજી દેવને 500કિલો દ્રાક્ષ અને 500 કિલો પુષ્પોનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો - Gopinathji Devne Rajo Pachar

ગઢપુર પતિ ગોપીનાથજી દેવ મંદિરે પવિત્ર ધનુરમાસ નિમિતે ગોપીનાથજી દેવને વિશેષ રાજો પચારનું ભવ્ય આયોજન કરાયું હતુ. જેમાં 500 કિલો દ્રાક્ષ અને 500 કિલો અલગ-અલગ પુષ્પોનો ભવ્ય અભિષેક ધરવામાં આવ્યો હતો. સાથે ચાર વેદનો મંત્રોચ્ચાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી, ત્યારે આ દિવ્ય પુષ્પભિષેકના દર્શન કરી હરિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

પુષ્પોનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો
પુષ્પોનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો

By

Published : Jan 13, 2021, 4:03 PM IST

  • ગોપીનાથજી દેવ મંદિરે ગોપીનાથજી દેવને વિશેષ રાજો પચારનું ભવ્ય આયોજન
  • 500કિલો દ્રાક્ષ અને કિસમિસ ધરવામાં આવ્યાં
  • 500 કિલો અલગ-અલગ પુષ્પોનો પુષ્પઅભિષેક ધરવામાં આવ્યો


બોટાદઃ જિલ્લાના ગઢડા ગામમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી ભગવાન ગોપીનાથજી દેવ મહારાજનું મંદિર કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે આ મંદિર બનાવેલુ અને અહીંયા ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ સુધી રહ્યા હતા, ત્યારે હાલ પવિત્ર ધનુરમાસ ચાલી રહ્યો છે ત્યારે મંદિરમાં છેલ્લા એક મહિનાથી શાસ્ત્રીસ્વામી દ્વારા કથા ચાલી રહી છે, તેની બુધવારે પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ રાજો પચારનું આયોજન કરાયું હતુ.

દિવ્ય દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી

પવિત્ર ધનુરમાસ નિમિતે ખાસ ગોપીનાથજી દેવને વિશેષ રોજો પચારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 500 કીલો દ્રાક્ષ કિસમિસ અને 500 કિલો અલગ-અલગ પ્રકારના પુષ્પોનો ભવ્ય પુષ્પઅભિષેક ધરવામાં આવ્યો હતો અને ચાર વેદોના મંત્રોચ્ચારની વિધિ કરવામાં આવી હતી. ત્યારે આ પુષ્પઅભિષેકના દિવ્ય દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details