ગુજરાત

gujarat

ગઢડા ગોપીનાથજી મંદિરમાં અયોધ્યા રામમંદિરના શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી

By

Published : Aug 5, 2020, 9:28 PM IST

બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં આજે બુધવારે અયોધ્યા રામમંદિરના નિર્માણ માટે થયેલી ભૂમિપૂજન તેમજ શિલાન્યાસની વિધિઓની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગઢડાના નગરજનો તેમજ રાજકીય આગેવાનો તથા પૂર્વ કોઠારી એસ.પી.સ્વામી પણ હાજર રહ્યા હતા.

ગઢડા ગોપીનાથજી મંદિરમાં અયોધ્યા રામમંદિરના શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી
ગઢડા ગોપીનાથજી મંદિરમાં અયોધ્યા રામમંદિરના શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી

બોટાદ: ગઢડા મુકામે ગોપીનાથજી મંદિરમાં અયોધ્યામાં થયેલા રામમંદિર શિલાન્યાસ તેમજ ભૂમિપૂજનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગઢડાના નગરજનો તેમજ રાજકીય આગેવાનો તથા પૂર્વ કોઠારી એસ.પી.સ્વામી પણ હાજર રહ્યા હતા.

અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે શિલાન્યાસના કાર્યક્રમ નિમિત્તે ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં સેંકડો દીવાઓ પ્રગટાવી પૂજા, આરતી અને દર્શનનો લાભ લેવા માટે ગઢડા શહેરના RSS, ભારતીય જનતા પાર્ટી, VHP અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા.

ગઢડા ગોપીનાથજી મંદિરમાં અયોધ્યા રામમંદિરના શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ચેરમેન હરી જીવન સ્વામી, કોઠારી લક્ષ્મી નારાયણ સ્વામી તેમજ અગ્રગણ્ય સંતો દ્વારા તમામ રામભક્તોનું ફૂલહાર પહેરાવી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. જય જય શ્રી રામના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, ત્યારબાદ તમામને મીઠાઇ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે મંદિરના પટાંગણમાં ફટાકડા ફોડી ગઢડા પરિષદની ટીમ દ્વારા અનેરો આનંદ અને ઉત્સાહ પ્રગટ થયો હતો. મંદિરના પટાંગણમાં બોટાદના ગઢડા મંદિરના પૂર્વ કોઠારી શાસ્ત્રી સ્વામી તેમજ એસ.પી.સ્વામી દ્વારા સૌને પેંડા ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details