- આચાર્ય પક્ષના ટ્રસ્ટીએ બોર્ડની બેઠક બોલાવતા વધુ એક વિવાદ
- 4 એપ્રિલ 2021ના રોજ ટ્રસ્ટી બોર્ડની બેઠક બોલાવી
- રવિવારની બેઠકમાં કાંઈક નવું થવાની શક્યતા
ગઢડા:રવિવારે ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટી બોર્ડની બેઠક યોજાશે. ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના ચેરમેન રમેશ ભગતે આ માહિતી આપી હતી. એજન્ડાઓ મુજબ બેઠકમાં ચર્ચાઓ થશે તેમજ ગોપીનાથજી મંદિરના તમામ ટ્રસ્ટીઓને એજન્ડા દ્વારા જાણ કરવામાં આવી હોવાનું રમેશ ભગતે જણાવ્યું હતું. જ્યારે, રવિવારે યોજાનારી ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં નવાજુની થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટી બોર્ડની રવિવારે 11 વાગ્યે બેઠક યોજાશે આ પણ વાંચો:ગઢડા ગોપીનાથજી મંદિરના ઘનશ્યામ વલ્લભ સ્વામીને તડીપાર કરવાની અપાઇ નોટિસ
મંદિર વિવાદોમાં ઘેરાતુ જાય છે
બોટાદ જિલ્લાના ગઢડામા આવેલા ગોપીનાથજી મંદિર પર દેવ પક્ષની સત્તા છે. આ દરમિયાન, છેલ્લા દોઢ વર્ષથી મંદિર વિવાદોમાં ઘેરાતુ જાય છે. ત્યારે, ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના ટ્રસ્ટી રમેશ ભગતે રવિવારે ટ્રસ્ટી બોર્ડની બેઠક બોલવતા વધુ એકવાર વિવાદ સર્જ્યો છે .ગોપીનાથજી મંદિરના તમામ ટ્રસ્ટીઓને નિયમો દ્વારા જાણ કરવામા આવી છે. તેમજ, એજન્ડા પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારે, રવિવારે યોજાનારી બેઠકમાં કઈક નવાજુની થાય તેવી શક્યતા લાગી રહી છે.
આ પણ વાંચો:ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ