- હરિજીવન સ્વામી દ્વારા ગણાવવામાં આવ્યું સંપૂર્ણ નાટક
- ગેરકાયદેસર પ્રવેશ હોય જે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવશે : હરિજીવન સ્વામી
- આચાર્ય પક્ષ દ્વારા પોતાની બહુમતી હોવાથી ચેરમેન તરીકે સતા સંભાળી
બોટાદ : ગઢડા ગોપીનાથજી દેવપક્ષ મંદિરમાં સતા પરિવર્તન થયું. જેમાં ચૂંટણી દરમિયાન દેવપક્ષ સતા પર આવ્યું હતું. 22 મી નવેમ્બરના રોજ જનરલ મીટિંગનું આયોજન કરવાનું હતું. ત્યારે ચેરીટી કમિશનરની જોગવાઈ મુજબ એજન્ડા બહાર પડ્યા હતા, પણ મીટિંગ થઈ નહિ. ત્યારપછી 14 દિવસમાં મીટિંગ કરવાની હતી, જે મીટિંગ પણ થઈ નહિ. જેને લઈ ચેરીટી કમિશનરની જોગવાઈ મુજબ આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ પસાર કરી ચેરમેન તરીકે રમેશ ભગતની નિમણૂક કરવામાં આવી હતી.
ગઢડા ગોપીનાથજી મંદિરમાં સતા પરિવર્તન સાથે વીડિયો વાયરલ થયો હતો. જેમાં આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગત દ્વારા મીટિંગના ઠરાવ મુજબ દેવપક્ષના સભ્યો ગેરહાજર હોવાથી અમારી બહુમતીથી અમે ચેરમેન બન્યા છીએ. જેને લઈ દેવપક્ષના હરિજીવન સ્વામી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી ચેરમેન બન્યા છે, કોઈ ઠરાવ કરવામાં આવેલ નથી અને અમારી બહુમતી છે. થોડીવારમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ગેરકાયદેસર પ્રવેશને લઈ ફરિયાદ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.