આ ચૂંટણીમાં 20,668 જેટલા મતદારો મતદાન કરીને ભવિષ્યના વહીવટી તંત્રને પસંદગી કરશે .
આ ચૂંટણી માટે 6 મતદાન મથકો અને 27 પોલિંગ બુથો ઉભા કરવામાં આવ્યા છે.
ગઢડા મંદિરની ચૂંટણીમાં વહીવટી તંત્રની પસંદગી માટે મતદાન કરવા માટે લોકો એ લાંબી કતારોમાં જોડાઇને મતદાન કર્યુ હતુ.
દેવ પક્ષ V/S આચાર્ય પક્ષ મતદાનોનો અનેરો ઉત્સાહ આ ચૂંટણીમાં સવારના 10 વાગ્યા સુધીનું કુલ 17 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.
ત્યારે આ ચૂંટણીને લઇને બંને પક્ષ દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેમાં આચાર્ય પક્ષના એસ પી સ્વામીએ દેવ પક્ષ પર આક્ષેપો કર્યા છે. જેમાં તેઓએ ડમી મતદાનની આશંકા વ્યક્ત કરી છે.
આ ઉપરાંત ઈશારાથી નિશાન બતાવતા હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આ મામલે મુખ્ય ચુંટણી અધિકારીએ કરી ફરિયાદ પણ દાખલ કરી છે.
દેવ પક્ષના પોલિંગ એજન્ટોએ ચૂંટણી નિશાન હાથના કાંડામાં પહેરી મતદારોને બુથમાં દેવ પક્ષ તરફી મતદાન કરવા પ્રેરી રહ્યાનો આક્ષેપ પણ થઇ રહ્યા છે.
ગઢડા ટેમ્પલ બોર્ડ ચૂંટણી મામલો
- મતદાન કરવા માટે હરિભક્તોની લાંબી કતારો
- તમામ બુથો પર મતદારોનો ઘસારો
- સામકાંઠે આવેલી સ્કૂલ ખાતે રોડ પર અડધો કિમી લાંબી લાઇન
- ગઢડા ગોપીનાથજી ટેમ્પલ ચૂંટણીનું સવારના 8થી 10 સુધી 17 ટકા મતદાન
- સામકાંઠે મતદાન મથક પર દેવપક્ષના સ્વામીનો વિરોધ
- ભાનુપ્રસાદ સ્વામીની કાર રોકી મતદારોએ મચાવ્યો હોબાળો