- ગઢડા કોંગ્રેસે કૃષિ કાયદાના અદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને પાઠવી શ્રદ્ધાંજલિ
- સમગ્ર દેશના ખેડૂતો ઠંડીમાં કરી રહ્યા છે આંદોલન
- ત્રણ કૃષિ કાયદાથી આવનારા દિવસોમાં ખેડૂતો બરબાદ થશે અને ઉદ્યોગપતિને ફાયદો થશે
બોટાદઃ ગઢડા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં છેલ્લા 30 દિવસથી ખેડૂતો ત્રણ કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીમાં સમગ્ર દેશના ખેડૂતો આ ઠંડીમાં આંદોલન કરી રહ્યા હોવાથી આ નિષ્ઠુર સરકારના પેટનું પાણી પણ નથી હલી રહ્યું, આ આંદોલનમાં છેલ્લા ત્રીસ દિવસમાં છત્રીસેક જેટલા ખેડૂતો શહીદ થયેલા હતા, પરંતુ આ નિષ્ઠુર દેશના વડા પ્રધાન મોદી જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના માતાના મૃત્યુ પર તરત ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપે છે.
ખેડૂત આંદોલનાં છત્રીસ ખેડૂતોએ જીવ ગુમાવ્યા
આ દેશના છત્રીસેક ખેડૂતો શહીદ થયા છે અને લાખો ખેડૂતો દિલ્હીના ઝાંપે આંદોલન કરી રહ્યા છે, તેના માટે એક મિનિટનો સમય નથી, ત્યારે ગઢડા કોંગ્રેસના આગેવાનો દ્વારા ગઢડા ખાતે મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મોન પાળીને શ્રદ્ધાંજલિ આપી વધુમાં આગેવાનો દ્વારા જણાવ્યું કે, આ ત્રણ કૃષિ કાયદાથી આગામી દિવસોમાં ખેડૂતો બરબાદ થશે અને ઉદ્યોગપતિને ફાયદો થશે અને આ કાળા કાયદાથી ઉદ્યોગપતિઓને ખેત ઉત્પાદનોનો સંગ્રહ કરવાની જે મર્યાદા હતી તે દૂર કરીને આ સરકારે ઉદ્યોગપતિને ખેત ઉત્પાદનોમાંનો મોટા પાયે સંગ્રહ કરવાનો પરવાનો આપી દીધો હતો, જેના કારણે આવનારા દિવસોમાં આ ઉદ્યોગપતિ ખૂબ મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદનનો સંગ્રહ કરી પોતાની અનુકૂળતા અને પોતાના ભાવે ખેત પેદાશો બજારમાં વેચશે જેના કારણે ખેડૂતોની સાથે-સાથે મઘ્યમ વર્ગ પણ બરબાદ થઇ જશે અને મોંઘવારીથી પીડાવું પડશે.