બોટાદઃ જિલ્લાના ગઢડા ગામે BAPS સંસ્થા દ્વારા આગામી તારીખ 6 માર્ચથી 10 માર્ચ સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ હાલમાં કોરોના વાયરસના કારણે આ કાર્યક્રમ દેશ-વિદેશથી પધારનાર હરિભક્તો માટે મોકૂફ રાખવામાં આવેલ છે. ખાસ કરીને તારીખ 10ના રોજ જે કાર્યક્રમ હતો, તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે અને સ્થાનિક લોકો માટે સ્વામિનારાયણ નગરનો કાર્યક્રમ શરૂ રહેશે.
ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનારો વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ મોકૂફ રખાયો
ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ મોકૂફ રખાયો. કોરોના વાયરસને લઈને BAPS સંસ્થા દ્વારા લેવાયોઆ નિર્ણય.
ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ રખાયો મોકૂફ
ગઢડા ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી અને આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી લાખો હરિભક્તો પધારનાર હતા, પરંતુ હાલમાં કોરોના વાયરસ વાયરલ થયેલ હોય જેનો ફેલાવો વધે નહીં અને કોઈ મુશ્કેલી ન પડે તેવા હેતુસર આ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કરેલ છે. સ્થાનિક લોકો માટે આ સ્વામિનારાયણ નગર દર્શનાર્થી ખુલ્લુ રહેશે.