- વડતાલ તાબાના મંદિરો દ્વારા રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કાર્યક્રમ
- તાબાના મંદિરો દ્વારા રુપિયા 1 કરોડની આપી નિધિ અપવામાં આવી
- ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો રહ્યા હતી હાજર
બોટાદઃ અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં નિધિ એકત્રિત કરવા માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં લાખો કરોડોની રકમમાં અયોધ્યા મંદિર નિર્માણ માટે લોકો નિધિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે શનિવારના રોજ વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વડતાલ તાબાના મંદિરો દ્વારા નિધિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વડતાલ તાબાના સાળંગપુર, ગઢડા, રાજકોટ તેમજ જૂનાગઢ મંદિરના સંતો પણ હાજર રહ્યા હતા. અલગ અલગ મંદિરો દ્વારા અયોધ્યા મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટ વડતાલ, ગોપીનાથજી મંદિર ગઢડા, રાધારમણ મંદિર જૂનાગઢ અને સાળંગપુર કષ્ટભંજન મંદિરના સંયુક્ત ઉપક્રમે રામ મંદિર માટે નિધિ એકત્રિત કરી 1 કરોડ રૂપિયાની નિધિનો ચેક ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અર્પણ કર્યો હતો.