ગઢડામાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ, ત્રણને ઇજા - ફાયરીંગ
બોટાદ: ગઢડાના રતનપર ગામે પ્રેમ પ્રકરણના મામલાને લઇને ફાયરિંગ થયું હતું જેમાં ત્રણને ઇજા પહોંચી હતી. જે તમામને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ
રતનપર ગામમાં રાત્રી દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણ દરમિયાન ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયુ હતું, જેમા ત્રણ શખ્સોને ઇજા પહોંચી હતી. જેમાં પ્રવીણ સદુરભાઈ ગોકુળ, ઉદય સદુરભાઈ ગોકુળ અને સાદુરભાઈ ગોકુળને ઇજા થવા પામી હતી. આ બનાવને પગલે પોલીસે 9 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તારણ મુજબ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું હતું.
પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ