ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ જિલ્લાના કુલ 68 ગામનાં ખેડૂતોને હવે દિવસે પણ વિજળી મળશે - gujrat kisan

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાથી ગુજરાત ના ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહેશે. બોટાદ તાલુકાના સરવા ગામે ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનું લોકાપર્ણ કરાયું હતું.

બોટાદ જિલ્લાના કુલ 68 ગામનાં ખેડૂતોને હવે દિવસ દરમ્યાન પણ વિજળી મળશે
બોટાદ જિલ્લાના કુલ 68 ગામનાં ખેડૂતોને હવે દિવસ દરમ્યાન પણ વિજળી મળશે

By

Published : Jan 9, 2021, 3:55 PM IST

  • બોટાદ જિલ્લાના કુલ 36 ફીડરોના 68 ગામના ખેડૂતોને દિવસ દરમિયાન મળશે વીજળી
  • યોજના અંતર્ગત ખેડૂતોને સવારે 5થી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી મળશે
  • ખેડૂતો હવે ખેતીના તમામ કામો દિવસ દરમ્યાન પણ કરી શકશે

બોટાદ: દેશમાં સૌપ્રથમ વાર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દિવસ દરમ્યાન વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાથી ગુજરાત ના ખેડૂતોને સવારે 5 થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી મળશે. જેના કારણે હવે ખેડૂતો ખેતીના તમામ કામો દિવસ દરમ્યાન પણ કરી શકશે.

ઉર્જા પ્રધાનનાં અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરાયું

બોટાદ જિલ્લાના સરવા ગામે ઉર્જા પ્રધાન સૌરભ પટેલની અધ્યક્ષતામાં કિસાન સૂર્યોદય યોજનાનો કાર્યકમ યોજાયો હતો.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ, યાર્ડના ચેરમેન સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતાં.ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ડીજીટલ માધ્યમથી તખ્તીનું લોકાપર્ણ કરી આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા બરવાળા, રાણપુર, ગઢડા સહિત કુલ 36 ફીડરોના 68 ગામનાં ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details